Not Set/ પાકિસ્તાનની જેલમાંથી છુટીને આવેલાં જવાને કેમ માંગવી પડી નિવૃતિ, કારણ જાણશો તો ચોંકી જશો

વર્ષ ૨૦૧૬માં થયેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ ભૂલથી સરહદ પાર કરી ગયેલા જવાન ચંદુ બાબુલાલ ચવ્હાણ હવે સેનાની નોકરી માંથી રીટાયરમેન્ટ લેવા માંગે છે. પુણેમાં રહેતા ચંદુએ સમય પહેલા સેવાનિવૃત્તિની માંગ કરી છે. આ બાબતે એમણે એમના વરિષ્ઠ અધિકારીઓને પત્ર પણ લખ્યો છે, જેમાં એમણે પોતાના દુઃખનું વર્ણન કર્યું છે. ૨૪ વર્ષીય ચંદુએ લગભગ ચાર મહિના […]

India
chandu babulal પાકિસ્તાનની જેલમાંથી છુટીને આવેલાં જવાને કેમ માંગવી પડી નિવૃતિ, કારણ જાણશો તો ચોંકી જશો

વર્ષ ૨૦૧૬માં થયેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ ભૂલથી સરહદ પાર કરી ગયેલા જવાન ચંદુ બાબુલાલ ચવ્હાણ હવે સેનાની નોકરી માંથી
રીટાયરમેન્ટ લેવા માંગે છે. પુણેમાં રહેતા ચંદુએ સમય પહેલા સેવાનિવૃત્તિની માંગ કરી છે. આ બાબતે એમણે એમના વરિષ્ઠ
અધિકારીઓને પત્ર પણ લખ્યો છે, જેમાં એમણે પોતાના દુઃખનું વર્ણન કર્યું છે. ૨૪ વર્ષીય ચંદુએ લગભગ ચાર મહિના પાકિસ્તાની
કેદમાં વિત્તાવ્યા છે.

હું ખુબ દુઃખી છું… હવે નોકરી નથી કરવી
ચંદુ ભારત આવ્યા બાદ એમને કીરકીમાં સૈન્ય હોસ્પિટલના મનોરોગ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો હતો. એમણે સિનિયર્સ ને પત્ર
લખીને કહ્યું કે હવે હું સેનામાં નોકરી કરવા નથી માંગતો, એ ખુબ દુઃખી છે.

૨૯ સપ્ટેમ્બરે ચંદુ ગુમ થઇ ગયા હતા
ભારતીય સેનાના ૩૭ રાયફલ્સના જવાન ચંદુ બાબુલાલ ૨૯ સપ્ટેમ્બરે અચાનક ગુમ થઇ ગયા હતા. હકીકતમાં ભૂલથી જ એમણે
સરહદ પાર કરી લીધી હતી અને બાદ માં પાકિસ્તાની સેનાએ એમને કેદ કરી લીધા હતા. ચાર મહિના કેદમાં રાખ્યા બાદ પાકિસ્તાને
એમને ભારતીય સેનાને સોપ્ય હતા. ભારત પાછા આવ્યા બાદ સેનાએ અનુશાસનાત્મક કાર્યવાહી કરતા એમને સજા પણ આપવામાં
આવેલી હતી. ત્યારબાદ એમનું મહારાષ્ટ્રના અહેમદનગરમાં સશસ્ત્ર કોર કેન્દ્રમાં સ્થાનાંતર કરવામાં આવ્યું હતું.

પાછા ફર્યા બાદ ૮૯ દિવસની સજા કાપી
પાકિસ્તાનથી પાછા ફર્યા બાદ એમની વિરુદ્ધ તપાસ થઇ અને એમણે ૮૯ દિવસની સજા કાપી. ચવ્હાણને ઓક્ટોબર ૨૦૧૭માં
કોર્ટ માર્શલ કરી જેલ મોકલવામાં આવ્યા હતા. એમની ઉપર આરોપ હતો કે એમણે સિનિયર્સને બતાવ્યા વગરજ હથિયારો લઈને કેમ્પ છોડ્યો હતો. જેલમાં સજા કાપ્યા બાદ એમને માનસિક ઈલાજ માટે કીરકી સેના હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી
એમને શનિવારે રજા મળી હતી.

સેનાથી કોઈ ફરિયાદ નથી
શનિવારે હોસ્પીટલમાંથી નીકળ્યા બાદ ચવ્હાણે કહ્યું કે તેઓ સેનાની નોકરી છોડવા માંગે છે કારણકે છેલ્લા બે વર્ષમાં એમની સાથે જે થયું છે, તેના કારણે ખુબ જ તાણમાં છે. એમણે કહ્યું કે મે મારા ઉપરી અધિકારીઓને પત્ર લખીને મને નોકરીમાંથી મુક્ત કરવાનો અને પેન્શન આપવાનો આગ્રહ કર્યો છે. એમણે આગળ જણાવ્યું કે આર્મીએ હમેશા મારી હર સંભવ મદદ કરી છે, એના માટે મને કોઈ ફરિયાદ નથી.

હજુ સુધી નથી મળ્યો કોઈ પત્ર
દક્ષિણી કમાંડ અધિકારીએ કહ્યું કે એમને ચવ્હાણ તરફથી કોઈ પત્ર મળ્યો નથી. જણાવી દઈએ કે ભારતીય સેનાના વિશેષ દળે ૨૯
સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ એલઓસી પાર કરીને પાકિસ્તાન વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા
ને ગંભીર નુકસાન પહોચાડ્યું હતું.