#modi narendra modi/ વડાપ્રધાન મોદી સામે બે વખત હાર છતા કેમ રાયને મેદાનમાં ઉતારાય છે

પ્રદેશ અધ્યક્ષ અજય રાયને વારાણસી લોકસભાની બેઠક પર ઉભા રખાયા

India Top Stories
Beginners guide to 72 2 વડાપ્રધાન મોદી સામે બે વખત હાર છતા કેમ રાયને મેદાનમાં ઉતારાય છે

Delhi News : કોંગ્રેસે શનિવારે પ્રદેશ અધ્યક્ષ અજય રાયને વારાણલી લોકસબાની બેઠક પરથી અમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાય સસત ત્રીજી વખત મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે. પહેલેથી જ તેમનું નામ નક્કી માનવામાં આવતું હતું. 2014 અને 2019માં પણ તે ચૂંટમી લડ્ ચુક્યા હતા. જેમાં તે ત્રીજા સ્થાને હતા.

અજય રાયનું કહેવું છે કે રોગ્રેસ પાર્ટીએ આપેલી જવાબદારી હું પુરી મહેનતથી નિભાવીશ. આ વખતે ચૂંટણીના પરિણામો અલગ હશે અને બનારસની જનતા મને આશીર્વાદ આપશે.

2014 માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે રાયને ભાજપના પ્રધાનમંત્રીના દાવેદાર અને ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે મેદાનમાં ઉતાર્યા હતા. આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી લડ્યા હતા અને બીજા નંબરે આવ્યા હતા. જ્યારે રાય ત્રીજા સ્થાને હતા.

2019ની ચૂંટણીમાં સપાની શાલિની યાદવ બીજા સ્થાને જ્યારે રાય ત્રીજા સ્થાને રહ્યા હતા. બાદમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું હતું. ફરી એકવાર કોંગ્રેસે અજય રાયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જોકે આ વખતે કોંગ્રેસનું સપા સાથે ગઠબંધન છે.

ભાજપમાંથી રાજકીય કારકીર્દી શરૂ કરનારા અજય રાય 1996 થી 2007 સુધી ભાજપની ટિકીટ પર સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા. 2009માં તેમણે પાર્ટી પાસે લોકસભાની ટિકીટ માંગી હતી. જોકે ટિકીટ ન મળતા તેઓ સપામાં જોડાયા હતા. 2009માં તે સપાની ટિકીટ પર ચૂંટણી લડયા પણ હારી ગયા હતા. 2009 માં તે પિન્ડરા પ્રદેશમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા હતા અને જીતી ગયા હતા. 2012માં અજય રાય કોગ્રેસમાં જોડાયા અને પિન્ડરા બેઠક પરથી જીત્યા હતા.

અનેક ગુનાહિત રેકોર્ડ ધરાવતા અજય રાયની 2015 માં એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા ધારા) હેઠળ ધરપકડ થઈ હતી. 2021 માં ફોજદારી કેસને પગલે તેમના ચાર હથિયાર લાયસન્સ જપ્ત કરાયા હતા.

જાતિ સમીકરણોની વાત કરીએ તો કુર્મિ સમાજના મતદારો સૌથી વધુ છે. રોહનિયા અને સેવાપુરીમાં કુર્મિ સમાજના વધુ મતદારો છે. તે સિવાય બ્રાહ્મણ અને ભૂમિહારોની સંખ્યા પણ સારી છે. 3 લાખથી વધુ બિન-યાદવ ઓબીસી, 2 લાખથી વધુ કુર્મિ અને 2 લાખ વૈશ્ય તથા અઢી લાખ ભુમિહાર મતદારો છે. એક લાખ યાદવ અને અંદાજે એક લાખ અનુસુચિત જાતિના મતદારો છે.

લોકસભાની ચૂંટમીને લઈને કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. કોંગ્રેસે પહેલી વખત યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્યારસુદીમાં કોગ્રેસે 185 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….