Not Set/ આ શહેરોમાં દોડશે ભારતની પહેલી એન્જીન વગરની ટ્રેન ટી-18 ….

સ્વદેશી ટેક્નિકથી બનેલી ભારતીય રેલવેની પહેલી ટ્રેન સેટ ટી-18નું ટ્રાયલ 17 નવેમ્બરે કરવામાં આવશે. આ ટ્રેન બરેલીથી મુરાદાબાદ રૂટ પર ચાલશે. ટ્રેન સેટ ટી-18ના ટ્રાયલ માટે રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનની(RDSO) ટીમ મુરાદાબાદ પહોંચી ગઈ છે.આ ટ્રેન પુરી રીતે ભારતીય અને કમ્પ્યુટર ચલિત છે. આ ટ્રેનને વિશેષ રૂપે બુલેટ ટ્રેનના મોડલ પર બનાવામાં આવી છે. […]

Top Stories India
t18 3611262 835x547 m આ શહેરોમાં દોડશે ભારતની પહેલી એન્જીન વગરની ટ્રેન ટી-18 ....

સ્વદેશી ટેક્નિકથી બનેલી ભારતીય રેલવેની પહેલી ટ્રેન સેટ ટી-18નું ટ્રાયલ 17 નવેમ્બરે કરવામાં આવશે. આ ટ્રેન બરેલીથી મુરાદાબાદ રૂટ પર ચાલશે. ટ્રેન સેટ ટી-18ના ટ્રાયલ માટે રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનની(RDSO) ટીમ મુરાદાબાદ પહોંચી ગઈ છે.આ ટ્રેન પુરી રીતે ભારતીય અને કમ્પ્યુટર ચલિત છે.

આ ટ્રેનને વિશેષ રૂપે બુલેટ ટ્રેનના મોડલ પર બનાવામાં આવી છે. ટ્રેન 160 કિલોમીટરની સ્પીડ પર ચાલશે. ચેન્નાઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા આને તૈયાર કરવામાં આવી છે.

આ ટ્રેન વર્ષ 2018માં બનાવવામાં આવી હોવાથી તેનું નામ ટી-18 રાખવામાં આવ્યું છે. ભારતીય રેલનો આ એવો પહેલો ટ્રેન સેટ છે, જેમાં મેટ્રોની જેમ એન્જીન અલગ નહિ હોય પરંતુ પહેલા અને અંતિમ કોચમાં ચલાવવાનો બંદોબસ્ત હશે. આના કોચ સ્ટેનલેસ સ્ટીલના બનેલા હશે.

આ ટ્રેનમાં ઘણા નવા ફીચર જોડવામાં આવ્યા છે. જેમાં વાઇફાઇ, એલઇડી લાઈટ, પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ વગેરે સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, 100 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી આ ટ્રેન ભારતમાં વિકસિત અને ઉર્જા બચાવનારી છે.