વારાણસી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકોને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. ૧૨ નવેમ્બરથી પ્રથમવાર કોઈ માલવાહક જહાજ ગંગા નદીના રસ્તે વારાણસી પહોચશે.
જો કે આ અવસર એટલા માટે ખાસ છે, કારણ કે ૧૯૪૭માં મળેલી આઝાદી બાદ પહેલીવાર માલવાહક જહાજ આંતરદેર્શીય જળમાર્ગ દ્વારા માલની હેરફેર કરતા વારાણસી પહોચશે અને આ સાથે જ પીએમ મોદી કાશીમાં બનેલા બહુપક્ષીય ટર્મિનલને રાષ્ટ્રને સમર્પિત કરશે.
હકીકતમાં, ૧૨ નવેમ્બરથી પ્રથમવાર રાષ્ટ્રીય જળમાર્ગ-૧ એટલે કે વારાણસી-હલ્દિયા જળમાર્ગથી કલકત્તાથી ચાલેલું જહાજ રવીન્દ્રનાથ ટાગોર ખાદ્ય પદાર્થ તેમજ સ્નેક્સ સાથે ભરેલા ૧૬ કન્ટેનર સાથે વારાણસી પહોચશે.
મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “ભારતમાં આ સપ્તાહની સૌથી મોટી ખબર હોવી જોઈએ. આઝાદી બાદ આ પહેલીવાર છે જયારે આંતરદેર્શીય જળમાર્ગ પર કોઈ જહાજ ચાલી રહ્યું છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “પીએમ મોદી કોઈ આંતરદેર્શીય જળમાર્ગ પાર સફર કરનારા પ્રથમ જહાજને રાષ્ટ્રીય જળમાર્ગ-૧ વારાણસીના ગંગા ઘાટ પાર બનેલા બહુપક્ષીય ટર્મિનલને ૧૨ નવેમ્બરના રોજ રિસીવ કરશે અને આ ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરશે.