New Delhi News: આગામી લોકસભા ચૂંટણીના રણશિંગા ફૂંકી નિકળ્યા છે. એપ્રિલ-મે મહિનામાં વોટિંગ પછી 4 જૂને પરિણામ જાહેર થવાના છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ જેના પર સૌની નજર છે તે વરૂણ ગાંધી છે. પિલીભીત બેઠક પરથી વર્તમાન સાંસદ વરૂણ ગાંધી લાંબા સમયથી પોતાના રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નિવેદન આપતા રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ પિલીભીત બેઠક પરથી વરૂણ ગાંધીની ટિકિટ કપાઈ શકે છે.
મળતી માહિતી મુજબ, પિલીભીત બેઠક પરથી ભાજપ તો ક્યારેક કોંગ્રેસમાં રહેલા U.P.માં મંત્રી તરીકેના જીતિન પ્રસાદને ટિકિટ આપી શકે છે. તેમની ગણતરી રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાં થાય છે. પછીથી તેમણે કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળને સ્વીકાર્યું હતું. અને યોગી સરકારમાં મંત્રીપદ સ્વીકાર્યું.
એક દશકા અગાઉ વરૂણ ગાંધીની ગણતરી ભાજપના ફાયરબ્રાન્ડ નેતાઓમાં થતી હતી. એક સમયે તેઓ U.P.ના મુખ્યમંત્રી તરીકેનો ચહેરો પણ કહેવાતા હતા, પણ 2017માં યોગીને સીએમ બનાવવામાં આવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં વરૂણ ગાંધી કિસાન આંદોલન, બેરોજગારી સહિત તમામ મુદ્દાઓ પર રાજ્યની અને કેન્દ્ર સરકારની ટીકા કરતા રહ્યા છે. લાંબા સમયથી એવી અટકળો પણ થઈ રહી છે કે પક્ષ આ વખતે લોકસભાની ટિકિટ કાપી શકે છે.
અખિલેશ યાદવનું નિવેદન
જ્યારે જ્યારૈ નારાજગીની અઠકળો લગાવવામાં આવી ત્યારે એવું પણ ચર્ચાતું હતું કે વરૂણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. અખિલેશ યાદવે વરૂણ ગાંધીને લઈ કહ્યું કે તેમના વિશે અમારી પાર્ટી આગળ નિર્ણય લેશે.
આ પણ વાંચો:IPL 2024/ જે ક્ષેત્રએ નામના અપાવી તે જ કામ કરતા જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ…
આ પણ વાંચો:દેહ વ્યાપારનો પર્દાફાશ/ સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી