સુરેન્દ્રનગર/ પાટડી પોલીસ દ્વારા યોજાઈ ખાસ ટ્રાફિક ડ્રાઈવ, અડચણરૂપ વાહનો સામે કરાઇ દંડનીય કાર્યવાહી

પાટડી પોલિસની ટ્રાફિક ડ્રાઈવ:ખારાઘોડા રોડ પર ૨૦૭ હેઠળ ૪,૨૮૩ હેઠળ ૪ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૧૪ વાહન ચાલકો પાસેથી ૪,૪૦૦નો દંડ વસુસ્યો

Gujarat Others
YouTube Thumbnail 2024 03 19T173034.588 પાટડી પોલીસ દ્વારા યોજાઈ ખાસ ટ્રાફિક ડ્રાઈવ, અડચણરૂપ વાહનો સામે કરાઇ દંડનીય કાર્યવાહી

@પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલિસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં પાટડી-ખારાઘોડા રોડ પર‌ અડચણ રૂપ વાહન ચાલકો સામે દંડનીય તથા આઈપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી એક અઠવાડિયામા પાટડી પોલિસે કલમ ૨૦૭ હેઠળ ૪,૨૮૩ હેઠળ ૪ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૧૪ વાહન ચાલકો પાસેથી ૪,૪૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી

પાટડી પોલીસ મથકના તત્કાલિન મહિલા પીએસઆઇ એલ.બગડાને લોક દરબાર પાટડી નગરમાં થતી આડેધડ પાર્કિંગની સમસ્યાનો નિવેડો લાવવા રજૂઆત મળ્યા બાદ રોડ‌ પર અડચણરૂપ વાહન પાર્ક કરનારના વાહનને લોક લગાવી દંડ વસૂલવાની કામગીરી આરંભી હતી તત્કાલિન પીએસઆઇ એલ.બી.બગડા બદલી થાય બાદ ફરી આડેધડ પાર્કિંગ થતાં હાલાકી ઉભી થઇ રહી હતી ત્યારે પાટડી પોલિસ મથકના પીએસઆઈ એમ.બી.વીરજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા અને ધાંગધ્રા ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.

જેમાં પાટડી-ખારાઘોડા રોડ પર એક અઠવાડિયામા પાટડી પોલિસે કલમ ૨૦૭ હેઠળ ૪,૨૮૩ હેઠળ ૪ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૧૪ વાહન ચાલકો પાસેથી ૪,૪૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં પાટડી પોલિસ મથકના કોન્સ્ટેબલ રાજભા વણોલ,ગૌતમ ગેડીયા સહિતના સ્ટાફ દ્વારા નિયમભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પાટડી-ખારાઘોડા રોડ પર શાળા, કોલેજ, કોર્ટ, ખેતીવાડી બજાર આવેલ હોવાથી વાહનોની અવરજવર વધારે રહે છે રોડ ખાતાની હદમાં ગેરકાયદે શેડ બાનાવી દબાણ થવાના કારણે વાહનચાલકોને વાહન પાર્ક કરવાની જગ્યા ન મળતા રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે ગેરકાયદે દબાણો દૂર કરવા પાટડી નગરપાલિકા, મામલતદાર અને R&Bને રજૂઆત કરવામાં આવી છતાં દબાણ દૂર ન કરવામાં આવતા ટ્રાફીકની‌‌ સમસ્યા યથાવત રહેવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ