Not Set/ 18 હજાર કરતા વધુ લોકોએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત,બે કિલોમીટર સુધી લાંબી લાઈન

નર્મદા, 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જ્યંતિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા બાદ નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટેની ટિકિટ લેવા માટે બે કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. નૂતન વર્ષના દિવસે રજાના માહોલમાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી […]

Top Stories Gujarat Others
statueofunity7879 660 103118111454 18 હજાર કરતા વધુ લોકોએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત,બે કિલોમીટર સુધી લાંબી લાઈન

નર્મદા,

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જ્યંતિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા બાદ નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટેની ટિકિટ લેવા માટે બે કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી.

નૂતન વર્ષના દિવસે રજાના માહોલમાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા હતા. આજે એક જ દિવસમાં 18 હજારથી વધુ  પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

જેના કારણે પ્રવાસન નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડવા માટે બસ પણ ઓછી પડી હતી.  લેસર શો શરૂ થયો છે જેમાં દિવાળી સ્પેશિયલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલના જીવન ચરિત્ર પર મુવી દર્શાવાશે