Not Set/ સાબરકાંઠા RTOમાં HSRPનંબર પ્લેટમાં કૌભાંડ!

સાબરકાંઠા, રાજ્યભરના વાહનોની નંબર પ્લેટને હાઈ સિકયુરિટી નંબર પ્લેટ કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા આરટીઓ દ્વારા લગાડવામાં આવતી નંબર પ્લેટ હલકી ગુણવત્તાની હોવાનું બહાર આવ્યું છે સાથે જ જયારે વાહન ચાલકો હાઈ સિકયુરિટી નંબર પ્લેટ લગાવવા જાય છે ત્યારે સરકારે નક્કી કરેલ દર કરતા ૧૦૦ રૂપિયા વધુ ચૂકવવું પડે છે. ૫૦ રૂપિયા જેટલો ઓનલાઇન […]

Top Stories Gujarat Others Videos
mantavya 329 સાબરકાંઠા RTOમાં HSRPનંબર પ્લેટમાં કૌભાંડ!

સાબરકાંઠા,

રાજ્યભરના વાહનોની નંબર પ્લેટને હાઈ સિકયુરિટી નંબર પ્લેટ કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા આરટીઓ દ્વારા લગાડવામાં આવતી નંબર પ્લેટ હલકી ગુણવત્તાની હોવાનું બહાર આવ્યું છે સાથે જ જયારે વાહન ચાલકો હાઈ સિકયુરિટી નંબર પ્લેટ લગાવવા જાય છે ત્યારે સરકારે નક્કી કરેલ દર કરતા ૧૦૦ રૂપિયા વધુ ચૂકવવું પડે છે.

૫૦ રૂપિયા જેટલો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાના લેવાય છે અને બીજા રૂ.૨૦ થી ૫૦ રૂપિયા જેટલા નંબરપ્લેટ ફિટ કરવા માટેના લેવામાં આવે છે. તો વાહન ચાલકે લગાવેલ નંબર પ્લેટ ૩ થી ૪  માસમાં જ તૂટી જાય છે.  તો બીજી તરફ પ્લેટનો કલર ઉખડી જતો હોય છે અને નંબરપ્લેટ કોરી થઇ જાય છે.

એક તરફ જિલ્લાના વાહન ચાલકો દ્વારા લગાવેલ નંબરપ્લેટની ગુણવત્તા હલકી હોવાથી વાહન ચાલકો દંડાઈ રહ્યા છે તો બીજી તરફ આરટીઓ અધિકારી બચાવ કરતા કહી રહ્યા છે કે કલર આછો થવાના કિસ્સામાં આરટીઓ દ્વારા ચાર્જ વસૂલ્યા વિના કલર કરી આપવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે ખુદ આરટીઓના અધિકારીઓ પણ એક રીતે સ્વીકારી રહ્યા છે કે હાઈ સિકયુરિટી નંબર પ્લેટ ની ગુણવત્તા યોગ્ય નથીં.