ભાવ વધારો/ હજુ તો શરૂઆત છે! આવનારા સમયમાં 150 રૂપિયા સુધી પહોંચી શકે છે પેટ્રોલ

દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. પરંતુ આમ છતાં આવતા સમયમાં પણ સામાન્ય જનતાને કોઈ પ્રકારની રાહત મળવાની આશા નથી.

Top Stories Business
પેટ્રોલનો ભાવ 150 રૂપિયા

દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. પરંતુ આમ છતાં આવતા સમયમાં પણ સામાન્ય જનતાને કોઈ પ્રકારની રાહત મળવાની આશા નથી. સરકારી ઓઈલ કંપનીઓ તેલનાં ભાવને દિવસેને દિવસે વધુ મોંઘા કરી રહી છે, જેના પછી ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લીટરનાં સ્તરને વટાવી ગયો છે, જ્યારે ડીઝલનાં ભાવ પણ  મોટાભાગનાં શહેરોમાં રૂ. 100 પ્રતિ લીટર પહોંચી ગયા છે. ભાવ સાતમાં આસમાને પહોંચ્યા બાદ પણ વાહનચાલકો એ જ ભાવે પેટ્રોલ ડીઝલ ખરીદવા મજબૂર બન્યા છે.

પેટ્રોલનો ભાવ 150 રૂપિયા

આ પણ વાંચો – ગુજરાત / દિવાળીના તહેવારોને પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરાઈ

દરમિયાન, વધતી મોંઘવારી વચ્ચે તેલ કંપનીઓએ 28 ઓક્ટોબર, 2021ને ગુરુવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. આ સપ્તાહમાં સતત બીજો દિવસ છે જ્યારે ઈંધણનાં દરમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ સોમવાર અને મંગળવારે ડીઝલ પેટ્રોલની કિંમત બંને ટ્રેડિંગ દિવસોમાં સ્થિર રહી હતી. પરંતુ ફરી એકવાર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ પેટ્રોલ 35-35 પૈસા પ્રતિ લીટરનાં દરે કારોબાર કરી રહ્યું છે. સામાન્ય માણસનાં ખિસ્સા પર પહેલેથી જ ઘણો બોજ છે, તેથી એવા અહેવાલો છે કે દેશમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટરનાં સ્તરે પહોંચી શકે છે. હા, સુપ્રસિદ્ધ વૈશ્વિક નાણાકીય કંપની ગોલ્ડમેન સૈશ એ કહ્યું છે કે, આવનારા સમયમાં લોકોને પેટ્રોલ ખરીદવા માટે 150 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. જણાવી દઇએ કે, ગોલ્ડમેન સૈશનું કહેવું છે કે આવતા વર્ષ સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત વધીને $110 પ્રતિ બેરલ થઈ શકે છે, ત્યારબાદ દેશમાં પેટ્રોલ વધુ મોંઘુ થઈ જશે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો દર બેરલ દીઠ $85ની આસપાસ છે.

પેટ્રોલનો ભાવ 150 રૂપિયા

આ પણ વાંચો –તાલિબાની સંકટ / અફઘાન મહિલાઓનો સવાલ, દુનિયા શા માટે આપણને ચૂપચાપ મરતા જોઈ રહી છે?

સ્વાભાવિક રીતે, દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં દર આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરાયેલા ક્રૂડ ઓઇલનાં ભાવ અનુસાર અપડેટ કરવામાં આવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 85 ડોલરનાં રેકોર્ડ સ્તરની આસપાસ છે. જેના કારણે ભારતમાં તેલનાં ભાવ આટલા મોંઘા રહે છે. ગુરુવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફેરફાર બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 108.29 રૂપિયા પર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 97.02 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગઈ છે. વળી, મુંબઈમાં પેટ્રોલની કિંમત 114.14 રૂપિયા અને ડીઝલની કિંમત 105.12 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 20 થી વધુ વખત વધારો કરવામાં આવ્યો છે. જે બાદ આ મહિને પેટ્રોલ 5.15 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દેખીતી રીતે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઇ ઘટાડો થવાના સંકેત નથી, જેના કારણે સામાન્ય નાગરિકને મોંઘવારીનો સાપ વધુ ડંખ મારે તો નવાઇ નહી.