Not Set/ સ્પોર્ટ્સ/ બુમરાહને તેના ખરાબ પ્રદર્શનની મળી સજા, જાણો

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે તાજેતરમાં પૂર્ણ થયેલ 3 મેચોની સીરીઝમાં એક પણ વિકેટ લીધી નહોતી, જે ન્યૂઝીલેન્ડની ધરતી પર તેમની સામે ક્લિન સ્વીપ જોવાનું મુખ્ય કારણ હતું. આપને જણાવી દઇએ કે, બુમરાહ હવે દુનિયાનો નંબર વન બોલર નથી. ભારતને 3-0 થી હરાવ્યા બાદ, આઇસીસીએ પોતાની નવી વનડે બોલિંગ રેન્કિંગ બહાર પાડી છે […]

Top Stories Sports
299711.4 સ્પોર્ટ્સ/ બુમરાહને તેના ખરાબ પ્રદર્શનની મળી સજા, જાણો

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે તાજેતરમાં પૂર્ણ થયેલ 3 મેચોની સીરીઝમાં એક પણ વિકેટ લીધી નહોતી, જે ન્યૂઝીલેન્ડની ધરતી પર તેમની સામે ક્લિન સ્વીપ જોવાનું મુખ્ય કારણ હતું. આપને જણાવી દઇએ કે, બુમરાહ હવે દુનિયાનો નંબર વન બોલર નથી. ભારતને 3-0 થી હરાવ્યા બાદ, આઇસીસીએ પોતાની નવી વનડે બોલિંગ રેન્કિંગ બહાર પાડી છે જેમાં બુમરાહ ટોચનું સ્થાન ગુમાવી ચુક્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વનડે સિરીઝ બાદ જસપ્રિત બુમરાહ 45 પોઇન્ટ તૂટીને નંબર 2 પર આવી ગયો છે. બુમરાહ હવે ટ્રેન્ટ બોલ્ટથી પાછળ થઇ ગયો છે, જે હાથની ઇજા હોવાના કારણે ભારત સામે વન ડે સિરીઝ નહીં રમ્યો હોવા છતાં ટોચનાં સ્થાને પહોંચી ગયો છે.  નવા બોલ સાથે ન્યૂઝીલેન્ડ સામે વિકેટ લેવાનો ભારતે સંઘર્ષ કર્યો કારણ કે તેમનો પ્રમુખ ફાસ્ટ બોલર બુમરાહે તેની કારકિર્દીમાં પહેલી વખત દ્વિપક્ષીય સીરીઝમાં કોઈપણ વિકેટ લીધી નથી.

બુમરાહે મંગળવારે ત્રીજી વનડેમાં 10 ઓવરમાં 50 રન આપી એક પણ વિકેટ લીધી નહોતી જ્યારે પ્રથમ બે મેચોમાં તેની પાસે અનુક્રમે: 64 રન આપીને 0 વિકેટ અને 53 રન આપીને 0 વિકેટ હતી. કુલ મળીને તેણે 167 રન આપીને 30 ઓવરમાં 1 વિકેટ પોતાના નામે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચની સીરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી ઘણો ગુસ્સામાં જોવા મળ્યો હતો. જેનો ગુસ્સો ટીમનાં ઘણા ખેલાડીઓને લઇને સામે આવ્યો હતો. ત્યારે બુમરાહ દ્વારા સીરીઝમાં થયેલા પ્રદર્શન પર પણ કોહલીનો ગુસ્સો ઉભર્યો હોવાનું સામે આવ્યુ છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર ટીમ ઈન્ડિયાએ ટી-20માં કીવી ટીમને ક્લીનસ્વીપ કર્યા બાદ વન ડે માં ભારતીય ટીમની પણ તેવી જ દુર્દશા થશે તે કોઇનાં માનવામાં આવતુ નહોતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.