Not Set/ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચુંટાયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કના મતદાન પહેલા કોંગ્રેસ પાર્ટીમાં સોમવારથી  રાહુલ યુગનો ઉદય થયો છે. કોંગ્રેસના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ અંગે ઔપચારિક ઘોષણા કરવામાં આવી હતી. આજે પોતાનું નોમિનેશન પાછુ ખેચવાનો અંતિમ દિવસ હતો અને આ પહેલા આ પદ માટે માત્ર રાહુલ ગાંધીએ […]

Top Stories
rahul in dahod 717fb038 b7ad 11e7 83cc 689513d74e1b રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચુંટાયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કના મતદાન પહેલા કોંગ્રેસ પાર્ટીમાં સોમવારથી  રાહુલ યુગનો ઉદય થયો છે. કોંગ્રેસના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ અંગે ઔપચારિક ઘોષણા કરવામાં આવી હતી.

આજે પોતાનું નોમિનેશન પાછુ ખેચવાનો અંતિમ દિવસ હતો અને આ પહેલા આ પદ માટે માત્ર રાહુલ ગાંધીએ જ ઉમેદવારી પત્રક ભર્યું હતું. રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલા તમામ ૮૯ સેટ સાચ્ચા સાબિત થયા હતા.

મહત્વનું છે કે, આ પહેલા ૧૯૯૮ માં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદની કમાન સંભાળી હતી. ત્યારબાદ લગભગ બે દાયકા પછી પાર્ટીને રાહુલ ગાંધીના સ્વરૂપમાં નવા અધ્યક્ષ મળશે.