Gandhinagar/ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ

ગિફ્ટ સિટીમાં હાલમાં બે હોટેલોને પરમીટ આપવામાં આવી છે. જેને પગલે આ બન્ને હોટેલો ગ્રાહકોને દારૂ પીરસી શકશે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 11T194957.392 ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ

@નિકુંજ પટેલ

Gandhinagar News: ગાંધીનરના ગિફ્ટ સિટીમાં અંતે દારૂની પરમિટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકારે થોડા સમય પહેલા આ સંદ્રભે જાહેરાત કરી હતી. પરંતુ સત્તાવાર જાહેરાત બાદ દારૂની છુટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ગિફ્ટ સિટીમાં હાલમાં બે હોટેલોને પરમીટ આપવામાં આવી છે. જેને પગલે આ બન્ને હોટેલો ગ્રાહકોને દારૂ પીરસી શકશે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર ઉપરાંત ગિફ્ટ સિટી ક્લબને દારૂની પરમિટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીના મેનેજીંગ ડાટરેક્ટર દ્વારા આ છુટ આપવામાં આવી છે.

ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર કરાયા હતા. જે હેઠળ દારુનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. જ્યારે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. ઉપરાંત અધિક્રૃત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે.

જણાવી દઈએ કે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટેની શરતોને મંજૂરી મળ્યા બાદ મળેલા પ્રતિસાદને પગલે પ્રવાસન માટે પ્રતિબંધને ખોલવાની ચર્ચા શરૂ થઈ છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે, પરંતુ દ્વારકાનો શિવરાજપુર બીચ એટલો સુંદર છે કે તે પ્રવાસીઓને ગોવાની મજા તો આપશે જ, સાથે જ સુંદરતામાં માલદીવને પણ ટક્કર આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….