Not Set/ અ’વાદ:રીક્ષામાં બાળકી સાથે અડપલાં કરતો હતો યુવાન, લોકોએ મેથીપાક આપીને કર્યો પોલીસ હવાલે

અમદાવાદ, દિવસને દિવસે રાજ્યમાં માસુમ બાળાઓ પર દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે એક સાત વર્ષની માસૂમ બાળકી સાથે અડપલા કરવાનો કિસ્સો અમદાવાદના દરિયાપુરથી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદના રિયાપુર વિસ્તારમાં સાત વર્ષની બાળકી કાલુપુર મસ્જિદ પાસે રિક્ષામાં રમતી ત્યારે એક યુવક અડપલા કરતો હતો. આ દરમિયાન સ્થાનિકોએ આ યુવકની હરકતો જોઇ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 321 અ’વાદ:રીક્ષામાં બાળકી સાથે અડપલાં કરતો હતો યુવાન, લોકોએ મેથીપાક આપીને કર્યો પોલીસ હવાલે

અમદાવાદ,

દિવસને દિવસે રાજ્યમાં માસુમ બાળાઓ પર દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે એક સાત વર્ષની માસૂમ બાળકી સાથે અડપલા કરવાનો કિસ્સો અમદાવાદના દરિયાપુરથી સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના રિયાપુર વિસ્તારમાં સાત વર્ષની બાળકી કાલુપુર મસ્જિદ પાસે રિક્ષામાં રમતી ત્યારે એક યુવક અડપલા કરતો હતો.

આ દરમિયાન સ્થાનિકોએ આ યુવકની હરકતો જોઇ જતા તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલામાં દરિયાપુર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજીબાજુ વેજલપુરમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં 8 વર્ષની બાળકી પાડોશીના ઘરે ખિસકોલી રમાડવા ગઇ હતી ત્યાં દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે વેજલપુર વિસ્તારના સોનલ સિનેમા પાસે આવેલા મક્કાનગરની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.  આ સમગ્ર ઘટના સામે આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.