Not Set/ પકોડાવાળા બાદ ઝડપાયો કરોડપતિ ચાટવાળો … નીકળ્યા અધધ રૂપિયા

ઈન્ક્મ ટેક્સ ડીપાર્ટમેન્ટને પંજાબના પટિયાલાના એક ખ્યાતનામ ચાટવાળા પાસેથી 1 કરોડ 20 લાખ રૂપિયાની અઘોષિત સંપત્તિ હોવાની જાણ થઇ છે. ગુરુવારે ડિપાર્ટમેન્ટે કહ્યું કે, જયારે સર્વે કરવામાં આવ્યો, તો ચાટવાળાએ આટલી મોટી અઘોષિત સંપત્તિનો ખુલાસો કર્યો હતો. આ ચાટવાળો કેટરરનું કામ પણ કરે છે. જણાવી દઈએ કે, આ મહિને લુધિયાણાના એક પકોડાવાળાએ ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટની […]

Top Stories India
money પકોડાવાળા બાદ ઝડપાયો કરોડપતિ ચાટવાળો ... નીકળ્યા અધધ રૂપિયા

ઈન્ક્મ ટેક્સ ડીપાર્ટમેન્ટને પંજાબના પટિયાલાના એક ખ્યાતનામ ચાટવાળા પાસેથી 1 કરોડ 20 લાખ રૂપિયાની અઘોષિત સંપત્તિ હોવાની જાણ થઇ છે. ગુરુવારે ડિપાર્ટમેન્ટે કહ્યું કે, જયારે સર્વે કરવામાં આવ્યો, તો ચાટવાળાએ આટલી મોટી અઘોષિત સંપત્તિનો ખુલાસો કર્યો હતો. આ ચાટવાળો કેટરરનું કામ પણ કરે છે.

income tax 3590472 835x547 m e1539938045758 પકોડાવાળા બાદ ઝડપાયો કરોડપતિ ચાટવાળો ... નીકળ્યા અધધ રૂપિયા

જણાવી દઈએ કે, આ મહિને લુધિયાણાના એક પકોડાવાળાએ ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ દરમિયાન 60 લાખ રૂપિયા સરન્ડર કર્યા હતા. અઘોષિત આવકનો ખુલાસો કરવા પર ચાટવાળાને લગભગ 52 લાખ રૂપિયાનો ટેક્સ આપવો પડશે.

income tax e1539938124340 પકોડાવાળા બાદ ઝડપાયો કરોડપતિ ચાટવાળો ... નીકળ્યા અધધ રૂપિયા

આઇટી ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાટવાળાએ બે પાર્ટી હોલ બનાવ્યા હતા. તે કોઈ કાર્યક્રમમાં ચાટ પહોંચાડવાના 2.5થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અધિકારીઓનું અનુમાન હતું કે, ટેક્સ ચોરીની રકમ હજુ વધી શકે છે, કારણ કે ખરીદી-વેચાણનો કોઈ લેખિત હિસાબ કિતાબ રાખવામાં આવતા નથી. ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું કે, બને એટલું જલ્દી ચાટવાળા પર કાર્યવાહી કરવામાં આવશે.