Surat/ મચ્છર અને પાણીજન્ય રોગમાં વધારો, હોસ્પીટલમાં દર્દીઓની લાંબી લાઈનો

શહેરમાં વરસાદ વચ્ચે તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળો સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. રોગચાળાને પગલે સિવિલ અને સ્મીમેરમાં ઓપીડી અને દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

Top Stories Surat
v મચ્છરજન્ય શહેરમાં વરસાદ વચ્ચે તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળો સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અને વાયરલ ઈન્ફેક્શનના

સુરતમાં અનરાધાર વરસાદને પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં વરસાદ વચ્ચે તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળો સહિતના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ સાથે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

  • વરસાદથી વધી તકલીફ
  • સુરતમાં રોગચાળો ફાટ્યો
  • મચ્છરજન્ય રોગોમાં વધારો
  • પાણીજન્ય રોગોમાં પણ વધારો
  • સિવિલમાં લાગી દર્દીઓની લાઈનો
  • તાવ, ઝાડા ઉલટી, મેલેરિયાના કેસો વધ્યા

સુરતમાં છેલ્લા પાંચ થી છ દિવસથી વરસાદ નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદની સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે. તો સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં ઝાડા-ઊલટીના કેસમાં ધરખમ વધારો થયો છે. કારણ કે, ઠેર ઠેર ગંદકી ગંજના કારણે તેમાંથી નીકળતા બેક્ટરીયા લોકોના જીવન પર અસર કરી રહ્યા છે. આથી લોકો માંદગીના ખાટલે સપડાયા છે.

સ૧ મચ્છર અને પાણીજન્ય રોગમાં વધારો, હોસ્પીટલમાં દર્દીઓની લાંબી લાઈનો

શહેરમાં વરસાદ વચ્ચે તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળો સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. રોગચાળાને પગલે સિવિલ અને સ્મીમેરમાં ઓપીડી અને દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. માત્ર સિવિલમાં જ છેલ્લા 11 દિવસમાં તાવના 25, ઝાડા ઉલટીના 12, મલેરીયાના 9, ડેન્ગ્યુના 4 અને કમળાના 7 દર્દીઓ સામે આવ્યા છે. સિવિલ સ્મીમેરની સાથે સાથે ખાનગી ક્લિનીકો અને હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા છે.

s2 મચ્છર અને પાણીજન્ય રોગમાં વધારો, હોસ્પીટલમાં દર્દીઓની લાંબી લાઈનો

તો બીજી તરફ સુરતના પાંડેસરામાં આશાપુરી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની દીકરીને રવિવારે બપોરે ઝાડા ઉલટી થયા હતા. ત્યારબાદ નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવા લીધા બાદ પણ બાળકીની તબિયત સારી થઈ ન થઈ હતી. ત્યારબાદ સ્થાનિક હોસ્પિટલ પર લઈ જતા ડોક્ટરે જ બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. તેથી પરિવાર બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

રાજકીય / ‘સંસદના અશોક સ્તંભમાં સિંહ બદલાઈ ગયો છે’ : આપ સાંસદ સંજયસિંહ