વલસાડ/ મોટી દાંતી ગ્રામજનોની માગ : દરિયાકિનારે દીવાલ કરો અને રેતી ખનન અટકાવો

નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતીખનનની પ્રવૃત્તિ મોટી દાંતી દરિયા કિનારા વિસ્તારમાં બંધ કરાવવા તેમજ દરિયાઈ ભરતીમાં સ્થાનિક લોકોની સુરક્ષા માટે મજબૂત પ્રોટેકશન વોલ બનાવવાની માંગ

Top Stories Gujarat Others
વલસાડ

વલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયા કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવા અને નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવાની માગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ વિરોધ સાથે વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વલસાડ

મળતી વિગત અનુસાર વલસાડનાં મોટી દાંતી ગ્રામજનો દ્વારા દરિયા કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવા અને નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવાની માગ સાથે કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. જોકે સ્થાનિક લોકોને કલેકટર કચેરીએ સામૂહિક મુલાકાત કરવાની મનાઈ ફરમાવવામાં આવતા લોકો ગુસ્સે થયા હતા અને આ બાબતે  કલેકટર કચેરીનાં ગેટ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાવવાની જાણ સિટી પોલીસને થતા સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે પોલીસ જવાનો સાથે પણ મોટી દાંતી ગામના લોકોને ઘર્ષણ થયું હતું. મોટી દાંતી ગામના લોકોને તેમજ અગ્રણીઓને સમજાવવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતીખનનની પ્રવૃત્તિ મોટી દાંતી દરિયા કિનારા વિસ્તારમાં બંધ કરાવવા તેમજ દરિયાઈ ભરતીમાં સ્થાનિક લોકોની સુરક્ષા માટે મજબૂત પ્રોટેકશન વોલ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવવામા આવ્યું હતું.

વલસાડ

વલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયાની ભરતીના કારણે દિવસે દિવસે ધોવાણ વધી રહ્યું છે. નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા વલસાડ તાલુકાના મોટી દાતી દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવતી હોવાની ઘટનાને વારંવાર સ્થાનિક લોકોને ઉજાગર કરી જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

આ પણ વાંચો : જામનગર આયુર્વેદ હોસ્પિટલમાં હવેથી કેસ અને સારવારનો ચાર્જ ચૂકવવો પડશે