Not Set/ અજીબ રીતે રન આઉટ થનાર અજહરે કહ્યું, હવે મારો દીકરો હંમેશા ચિઢવશે

અબુ ધાબી: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અબુધાબી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અજહર અલીના રન આઉટે ક્રિકેટ જગતને અચંબિત કરી દીધું છે. તેના પછી સોશિયલ મીડિયામાં અજહર અલીની જોરદાર રીતે મજાક ઉડાવવામાં આવી છે. ટીકાઓથી પરેશાન પાકિસ્તાની બેટ્સમેન અજહર અલીએ આ રન આઉટ પછી જણાવ્યું હતું કે, તે કેવું મહેસૂસ  કરી રહ્યો છે અને […]

Top Stories Trending Sports
Azhar ali said bizarre run out son teasing for long time Australia vs Pakistan comical run out

અબુ ધાબી: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અબુધાબી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અજહર અલીના રન આઉટે ક્રિકેટ જગતને અચંબિત કરી દીધું છે. તેના પછી સોશિયલ મીડિયામાં અજહર અલીની જોરદાર રીતે મજાક ઉડાવવામાં આવી છે.

ટીકાઓથી પરેશાન પાકિસ્તાની બેટ્સમેન અજહર અલીએ આ રન આઉટ પછી જણાવ્યું હતું કે, તે કેવું મહેસૂસ  કરી રહ્યો છે અને તે અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અજહર અલીએ કહ્યું, ‘હું અને અસદ શફિક એ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે, બોલ બહુ જ લેઈટ સ્વિંગ કરી રહી છે, અજહરે જણાવ્યું હતું કે, બાઉન્ડ્રીની તરફ શોટ માર્યા પછી મે અને અસદે બોલને જોયો નહી જેના કારણે આ મોટી ભૂલ થઈ હતી અને પછી મેદાનમાં શું થયું તે બધા જાણે છે.’

અજહર અલીએ પોતાનું દર્દ વ્યક્ત કરતા એ પણ કહ્યું હતું કે, ‘હવે મારો દસ વર્ષનો દીકરો લાંબો સમય સુધી આ મજેદાર રન આઉટ અંગે ચર્ચા કરતો રહેશે અને મને ચિઢવશે. હવે જયારે પણ ક્રિકેટની અંગે હું તેને કઈંક કહીશ તો તે નિશ્ચિત પણે આ ઘટના અંગે વાત કરશે.’ ઉલ્લેખનીય છે કે, અજહર અલીના રન આઉટ થયા પછી તેનો દીકરો મેચ જોવા માટે મેદાનમાં પહોંચ્યો હતો.

પોતાના આશ્ચર્યજનક રીતે થયેલા રન આઉટ અંગે વિસ્તૃતમાં જણાવતા અજહર અલીએ કહ્યું હતું. ‘જ્યારે હું બોલર (પીટર સિડલ)ના બોલ પર જે પ્રકારે શોટ માર્યો હતો તેથી મને લાગ્યું કે બોલ બાઉન્ડ્રીની પર જતો રહ્યો છે. પરંતુ આ પ્રકારે રન આઉટની પછી તમારી પાસે કોઈ બહાનું નથી હોતું. ડ્રેસિંગ રૂમમાં ટીમના તમામ સભ્યો પણ આ પ્રકારના રન આઉટને લઈને અચંબિત હતા અને મારી મજાક ઉડાવી રહ્યા હતા.’

Azhar ali said bizarre run out son teasing for long time Australia vs Pakistan comical run out
mantavyanews.com

અજહરે કહ્યું, ‘હું આ પ્રકારના રન આઉટથી બિલકુલ ખુશ નથી અને આભાર છે કે અમારા બીજા બેટ્સમેનોનું પ્રદર્શન સારું રહ્યું અને અમે બધા આ પછી ખૂબ હાસ્ય હતા.’ અજહરે કહ્યું હતું, ‘મને લાગતું નથી કે ઓસ્ટ્રેલિયાની તરફથી ખરાબ ખેલ ભાવના (સ્પોર્ટ્સમેન સ્પિરિટ) હતી અને હું તેમની આ વાત અંગેની સંપૂર્ણ જવાબદારી લઉં છું.’

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનની બીજી ઈનિંગની ૫૩મી ઓવરમાં પીટર સિડલ ફેકી રહ્યો હતો. અજહર અલીએ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પીટર સિડલના બોલ પર ઓફ સાઈડમાં શોટ રમ્યો હતો અને રન લેવા દોડી ગયા હતા. બોલ સીધી બાઉન્ડ્રીની પાસે ચાલી ગઈ હતી. ત્યારે પિચ પર બંને બેટ્સમેન અસદ શફિક અને અજહર અલી એ વિચારીને બાત કરવા લાગ્યા હતા કે, બોલ બાઉન્ડ્રીની બહાર ચાલી ગઈ છે.

Azhar ali said bizarre run out son teasing for long time Australia vs Pakistan comical run out
mantavyanews.com

અજહર અલીના રન આઉટ થવાની રીત ઘણી બેવકૂફીભરી લાગી હતી. અજહર અલી બોલને જોયા વિના ચોક્કો સમજીને નોન સ્ટ્રાઈક પર ઉભેલા અસદ શફિકની સાથે વાતચીત કરવા માટે પિચની વચ્ચે આવીને ઉભો રહ્યો હતો, બંને બેટ્સમેન વાતોમાં મશગૂલ હતા, ત્યારે બોલ થર્ડ મેનની તરફ બાઉન્ડ્રીની થોડે દૂર આવીને રોકાઈ ગઈ હતી. અહિયાં બંને બેટ્સમેનની ભૂલ થઈ હતી અને બાઉન્ડ્રી લાઈનની પાસે ઉભેલા મિચેલ સ્ટાર્કે બોલને પકડીને વિકેટકીપર ટીમ પેનની તરફ બોલ ફેંક્યો હતો. ટીમ પેને કોઈ ભૂલ ન કરતા થ્રોને પકડીને સ્ટંપને અડાડી દીધો હતો. જેના કારણે અજહર અલી રન આઉટ થઈ ગયો હતો.