Not Set/ ઉત્તર પ્રદેશ/ ઝાંસી પોલીસે સાત બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા

ઉત્તર પ્રદેશની ઝાંસી પોલીસે શનિવારનાં રોજ બબીના વિસ્તારમાંથી સાત બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા છે. પોલીસ તેમની પૂછતાછ કરી રહી છે. સિનિયર પોલીસ ઓફિસર (એસએસપી) ડી.પ્રદીપ કુમારે કહ્યું, ‘બબીના ક્ષેત્રનાં ભેલની પાસે શનિવારનાં રોજ પોલીસ માઠલીનું તેલ વેચી રહેલા સાત બાગ્લાદેશી નાગરિકોને પકડ્યા છે, જેની પાસે કોઈ માન્ય દસ્તાવેજો નથી મળી આવ્યા. તેમની ઓળખ ઢાકાનાં નાદૌર સિંગરા […]

Top Stories India
Jhansi Police ઉત્તર પ્રદેશ/ ઝાંસી પોલીસે સાત બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા

ઉત્તર પ્રદેશની ઝાંસી પોલીસે શનિવારનાં રોજ બબીના વિસ્તારમાંથી સાત બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા છે. પોલીસ તેમની પૂછતાછ કરી રહી છે. સિનિયર પોલીસ ઓફિસર (એસએસપી) ડી.પ્રદીપ કુમારે કહ્યું, ‘બબીના ક્ષેત્રનાં ભેલની પાસે શનિવારનાં રોજ પોલીસ માઠલીનું તેલ વેચી રહેલા સાત બાગ્લાદેશી નાગરિકોને પકડ્યા છે, જેની પાસે કોઈ માન્ય દસ્તાવેજો નથી મળી આવ્યા. તેમની ઓળખ ઢાકાનાં નાદૌર સિંગરા નિવાસી મામૂન, મીલ્ન શેખ, મુકુલ શેખ, મોનૂ વૈદ્ય, સીઝર શેખ, અસલમ શેખ અને પાલન શેખ રૂપે થઇ છે.’

તેમણે કહ્યું, ‘પ્રારંભિક તપાસમાં તેમના વિરુદ્ધ કોઇ આશ્ચર્યજનક બાબત સામે આવી નથી, પરંતુ તમામ બાંગ્લાદેશી ગેરકાયદેસર અહીં ફક્ત સ્ટૈન્ડની નજીક કર્મા હોટેલમાં રોકાયા હતા અને તેલ વેચવા સંબંધી કામગીરી કરી રહ્યા હતા.’  એસ.એસ.પી.એ જણાવ્યું કે, ‘બધાની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે અને તેમના પરિજનોથી સંપર્ક સ્થાપિત કરવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. દરેકની વિરુદ્ધ વિદેશી અધિનિયમો અંતર્ગત કાર્યવાહી કરવામા આવશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.