ગુજરાત/ ગીર સોમનાથના દરિયાકાંઠેથી ચરસના 16 પેકેટ મળ્યા, SOGએ સઘન તપાસ હાથ ધરી

 ગુજરાતમાંથી હજારો કરોડનો ડ્ર્ગ્સ અને ચરસ સમયઅંતરાલે પકડાતા રહે છે.આજે ગીર સોમનાથમાંથી ચરસ પકડાયાના સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat
1 124 ગીર સોમનાથના દરિયાકાંઠેથી ચરસના 16 પેકેટ મળ્યા, SOGએ સઘન તપાસ હાથ ધરી
  • ગીર સોમનાથમાં  16 પેકેટ ચરસ ઝડપાયુ
  • SOGને સમુદ્ર કિનારેથી મળી આવ્યુ ચરસ
  • હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી મળ્યો જથ્થો
  • SOGએ 16 પેકેટ ચરસ કબ્જે કર્યુ
  • SOGએ અજાણ્યા શખ્સો સામે નોધી ફરિયાદ
  • ફરિયાદ આધારે SOGએ તપાસ હાથ ધરી

 ગુજરાતમાંથી હજારો કરોડનો ડ્ર્ગ્સ અને ચરસ સમયઅંતરાલે પકડાતા રહે છે.આજે ગીર સોમનાથમાંથી ચરસ પકડાયાના સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને 16 પેકેટ ચરસના મળી આવ્યા છે. ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકથી આ ચરસ પકડાયું છે. આ ચરસ મામલે એસઓજીએ અજાણ્યા શખ્સો સામે્ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ એસઓજી આ મામલે આજુબાજુ સહિતના રહેઠાણ અને બાતમીદારોને આ અંગે સઘન પુછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા એવા ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થોના  શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. આ પેકેટોમાં રહેલ જથ્થાની તપાસ અર્થે પોલીસે એસ.એસ.એલ. ની મદદ લીધી છે. જિલ્લાના દરીયાકાંઠાના વિસ્તારોમાં જિલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી. અને મરીન તથા સ્થાનીક પોલીસની ટીમોએ દિવસભર સર્ચ ઓપરેશન હાથ ધરેલ છે.