Modi-Vibrant gujarat/ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત માટે સીએમ મોદીએ પોતે 500 ઉદ્યોગપતિઓને ફોન કર્યા હતા

સામાન્ય રીતે કોઈપણ રાજ્યનો સીએમ પોતે રાજ્યના ઉદ્યોગપતિઓને રોકાણ કરવા માટે ફોન કરતો નથી. પણ મોદીએ નવા જ પ્રણાલિ પાડતા સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર નહીં પણ પોતાને કોમનમેન ગણાવીને પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત માટે ગુજરાતમાં રોકાણ કરનારા  500 ઉદ્યોગપતિઓને ફોન કર્યા હતા.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 09T112723.346 પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત માટે સીએમ મોદીએ પોતે 500 ઉદ્યોગપતિઓને ફોન કર્યા હતા

ગાંધીનગરઃ સામાન્ય રીતે કોઈપણ રાજ્યનો સીએમ પોતે રાજ્યના ઉદ્યોગપતિઓને રોકાણ કરવા માટે ફોન કરતો નથી. પણ મોદીએ નવા જ પ્રણાલિ પાડતા સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર નહીં પણ પોતાને કોમનમેન ગણાવીને પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત માટે ગુજરાતમાં રોકાણ કરનારા  500 ઉદ્યોગપતિઓને ફોન કર્યા હતા.

નિવૃત્ત આઇએએસ અધિકારીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન 2003માં થયું ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોકાણ કરનારા 500થી વધુ ઉદ્યોગપતિઓને ફોન કર્યા હતા. કેટલાય ઉદ્યોગપતિઓ તે વાતને લઈને આશ્ચર્યચકિત હતા કે સૌપ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનમાં આમંત્રણ આપવા માટે સીએમ નરેન્દ્ર મોદી પોતે સીધા ફોનલાઇન પર હતા.

પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2003માં શરૂ કરવામાં આવી હતી. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2003માં નવરાત્રિ દરમિયાન યોજાઈ હતી. તે અમદાવાદ અને સુરતમાં યોજાઈ હતી. તે સમયના ડેપ્યુટી લાલકૃષ્ણ અડવાણી 28 સપ્ટેમ્બર 2003ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કર્યુ હતુ. તે સમયે સીએ મોદી ઉપરાંત અરૂણ શૌરી, રામ નાઇક, મુકેશ અંબાણી અને એસી મુધૈહ જેવા ઉદ્યોગપતિઓ હાજર હતા. તેના પછી દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ આર્થિક મંચમાંથી એક બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાતનો મુખ્ય હેતુ ગુજરાતને રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાનું અને જુદા-જુદા ક્ષેત્રોમાં ભાગીદારી તથા સહયોગને સગવડજનક બનાવવાનું છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ