AAP/ કેજરીવાલ બહાર આવશે પછી આપ હોળી મનાવશે

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના પરિવારના સભ્યો છે અને અમારા ત્રણેય નેતાઓ હાલમાં જેલમાં છે, તેથી પાર્ટીએ હોળી ન ઉજવવાનો નિર્ણય કર્યો છે. 

Top Stories India Breaking News
Beginners guide to 86 3 કેજરીવાલ બહાર આવશે પછી આપ હોળી મનાવશે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના પરિવારના સભ્યો છે અને અમારા ત્રણેય નેતાઓ હાલમાં જેલમાં છે, તેથી પાર્ટીએ હોળી ન ઉજવવાનો નિર્ણય કર્યો છે.

AAP નેતાએ વધુમાં કહ્યું કે હવે સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી છૂટ્યા બાદ જ અમે હોળીની ઉજવણી કરીશું. સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે આદર્શ આચાર સંહિતા દરમિયાન એક વર્તમાન મુખ્યમંત્રી અને એક રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની ધરપકડ કરવામાં આવી અને આખી દુનિયા ચોંકી ગઈ છે. તમામ વિરોધ પક્ષોએ નક્કી કર્યું છે કે અમે 31 માર્ચે રામલીલા મેદાનમાં વિશાળ રેલી કરીશું.

આ પહેલા આપના દિલ્હી સરકારના મંત્રી આતિશીએ જણાવ્યું હતું કે આપના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને રહેશે. સરકાર જેલની અંદરથી ચાલે કે બહારથી ચાલે તે મુખ્યમંત્રી રહેશે.  તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીને ખબર છે કે ફક્ત અરવિંદ કેજરીવાલ જ તેમને પડકારી શકે છે, તેથી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીએમ મોદી કેજરીવાલને ખતમ કરવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પુરાવા વગર કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ઇડીની પાછળ છુપાઈને ભાજપ તેમની રાજકીય લડાઈ લડી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024/IPL 2024ના બીજા તબક્કાનું શેડ્યુલ જાહેર

આ પણ વાંચોઃ Delhi Capitals/IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો સ્ટાર ખેલાડી

આ પણ વાંચોઃ Border–Gavaskar Trophy/બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે લેવાયો આ મહત્વનો નિર્ણય