Greater Noida News: ગ્રેટર નોઈડા પશ્ચિમના બિસરાખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બ્લુ સેફાયર મોલની છત પરથી ગ્રીલ પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
એડિ. ડીસીપી હ્રદેશ કથારિયાના મતે એક મૃતક ગાઝિયાબાદનો રહેવાસી હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બ્લુ સેફાયર મોલની છત ટૂટતા લોખંડનું સ્ટ્રક્ચર પડવાથી હાજર રહેલા બે લોકોના મોત થયા હતા. પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી પુરાવા બચ્ચન ફેમિલી પહોંચી જામનગર
આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત