Not Set/ અમેરિકામાં UN હેડકર્વાટરની બહાર બંદૂકઘારી શખ્સ જોવાતા પરિસરને સીલ કરવામાં આવ્યું…

અમેરિકાના ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને સીલ કરી દેવામાં આવ્યું છે. એક બંદૂકધારી નજરે પડ્યા બાદ યુએન હેડક્વાર્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે.

Top Stories World
બંદૂકધારી અમેરિકામાં UN હેડકર્વાટરની બહાર બંદૂકઘારી શખ્સ જોવાતા પરિસરને સીલ કરવામાં આવ્યું...

અમેરિકામાં ન્યુયોર્ક શહેરમાં આવેલા સંયુક્ત મહારાષ્ટ્રના મુખ્યાલયને સીલ કરી દેવામાં આવ્યું છે. એક બંદૂકધારી નજરે પડ્યા બાદ યુએન હેડક્વાર્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે. એક અધિકારીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે એક વ્યક્તિ મુખ્યાલયની બહાર બંદૂક લઈને ઊભો હતો. યુએન હેડક્વાર્ટર હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

હાલ પોલીસ તેની તપાસ અર્થે કામે લાગી ગઇ છે,સયુંકત રાષ્ટ્રની બહાર એક શખ્સ જોવા મળ્યો હતો તેના હાથમા ગન હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિસરને સીલ કરી દેવામાં આવ્યું .

યુનાઈટેડ નેશન્સનું મુખ્યાલય અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. આ સંકુલની ખરીદીમાં $8.5 મિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઇમારતની સ્થાપના આંતરરાષ્ટ્રીય કારીગરોના જૂથ દ્વારા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યાલય અને તેની મહત્વની સંસ્થાઓ જીનીવા, કોપનહેગન વગેરેમાં પણ ત્યાં કાર્યરત છે.

સંયુક્ત રાષ્ટ્ર એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય કાયદો, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકારો અને વિશ્વ શાંતિની સુવિધામાં મદદ કરવા માટે તેની રચના કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ 50 દેશોના હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી.