આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ/ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મી એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

SOU વિશ્વ વિરાટ પ્રતિમા સ્થળે દેશ-વિદેશના 150 પતંગબાજો બતાવશે કરતબ

Top Stories Gujarat
Untitled 19 કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મી એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

SOU ઉપર દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માનવાના અવસરનો લાભ લેવાની સ્થાનિકો અને મુલાકાતીઓને મળશે સોનેરી તકજિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષપદે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન અંગે યોજાયેલી બેઠકકેવડિયા એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ અને દુનિયાના 150 થી વધુ પતંગબાજો ભાગ લઈ અવનવા કરતબ બતાવશે.

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી 10 જાન્યુઆરી સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2022 યોજાનાર છે.

આ પણ  વાંચો:કોરોના બ્લાસ્ટ / રાજ્યમાં કોરોનાના કેસમાં મહા વિસ્ફોટ , 24 કલાકમાં કોરોનાના 3350 કેસ નોંધાયા

જેની પૂર્વ તૈયારીઓ અને તેના આયોજન અંગે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં શાહે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી અંગે ચર્ચા કરી હતી. સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા પોલીસ અધિકક્ષક વાણી દુધાત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમના પ્રોજેક્ટ મેનેજર અજીત જોષી ઉપરાંત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

આ પણ  વાંચો:ગુજરાત / ભરૂચના અંકલેશ્વરમાં GIDCમાં દુર્ઘટના , કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 4ના મોત થયા

ચર્ચા દરમિયાન અપાયેલી જાણકારી મુજબ તા.૧૦ મી જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે 150 જેટલા પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. આ તબક્કે કોવિડ ગાઈડનું ચુસ્ત પાલન અને તકેદારીનું આયોજન પણ ઘડી કઢાયું છે.