Gujarat Assembly Election 2022/ આજે પ્રથમ તબક્કાનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, 3 લાખ 24 હજાર મતદારો પ્રથમ વખત કરશે મતદાન

ચૂંટણી પંચે 3 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કા માટે આજે એટલે કે 5 નવેમ્બરે નોટિફિકેશન જારી કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કા માટે નોટિફિકેશન 10 નવેમ્બરે જારી કરવામાં આવશે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
વિધાનસભાની ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે 3 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કા માટે આજે એટલે કે 5 નવેમ્બરે નોટિફિકેશન જારી કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કા માટે નોટિફિકેશન 10 નવેમ્બરે જારી કરવામાં આવશે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

કમિશને કહ્યું કે ગુજરાત વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં બે કરોડ 53 લાખથી વધુ પુરૂષો છે, જ્યારે લગભગ 2 કરોડ 37 લાખ મહિલાઓ છે. આ વખતે રાજ્યમાં 51 હજાર 782 મતદાન મથકો અને 142 મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે 182 મતદાન મથકો દિવ્યાંગો માટે અને 1274 મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે.

324422 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રણ લાખ 24 હજાર 422 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે 50 ટકા મતદાન મથકોમાં વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના 1274 મતદાન મથકો પર માત્ર મહિલાઓને જ તૈનાત કરવામાં આવશે. ગુજરાત ચૂંટણી માટે ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર બંને સંપૂર્ણ રીતે તૈયાર છે, કોઈપણ કસર બાકી ન રહે તે માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ચૂંટણીમાં કોઈ સગા સંબંધીને ટિકિટ નહીં મળે : સી.આર.પાટીલ

આ પણ વાંચો:વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ, આ મોટા નેતાએ આપ્યું રાજીનામુ

આ પણ વાંચો:5 રાજ્યોમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર 5 ડિસેમ્બરે થશે મતદાન