ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી પણ હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. હવે ગમે ત્યારે ભાજપમાં જોડાશે.

હિમાંશુ વ્યાસ હાલ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને રહે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરી હતી. કોંગ્રેસ પક્ષમાં 1984માં કામકાજની શરૂઆત કરી હતી. 1989-95 સુધી NSUI ગુજરાતના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. GPCCમાં મીડિયામાં જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ તરીકે કામગીરી પણ તેમણે કરી છે.
આ પણ વાંચો: 5 રાજ્યોમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર 5 ડિસેમ્બરે થશે મતદાન
આ પણ વાંચો:સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામશરણ નેગીનું 106 વર્ષની વયે અવસાન
