Kutch News: ફરી એક વાર કચ્છની (Kutch) ધરા ધ્રુજી ઉઠી છે ગઈકાલે રાત્રે કચ્છના ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, અચાનક ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આપને જણાવી દઈએ ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી, જે સિસ્મોગ્રાફ પર હળવી માનવામાં આવે છે. જોકે, રાત્રે ભૂકંપથી લોકો જાગી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપ સવારે 1:46 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ભૂસ્તરશાસ્ત્રીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં સ્થિત હતું. એવું જાણવા મળ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ભારત-પાકિસ્તાન સરહદ નજીક હતું.
જોકે આ ભૂકંપની 3.3 ની તીવ્રતાને કારણે, કોઈ જાનહાનિ કે મિલકતના નુકસાનના અહેવાલ નથી. પણ સરહદી વિસ્તારમાં આવેલા આ ભૂકંપે ફરી એકવાર કચ્છની સંવેદનશીલ ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિને ધ્યાન પર લાવી દીધી છે. હાલમાં સુરક્ષા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
થોડા સમય પહેલા પણ કચ્છ જિલ્લામાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભચાઉથી 12 કિલોમીટર દૂર બપોરે 12:41 વાગ્યે 3.1 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) નોંધાયો હતો.આ પહેલા ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર સવારે 6:41 વાગ્યે 2.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સિસ્મિક ઝોન 5 માં આવતા કચ્છ જિલ્લામાં આવા નાના-મોટા ભૂકંપની શ્રેણી ચાલુ છે.જોકે,આ બે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરે આ માહિતી આપી હતી.કચ્છમાં આવા નાના અને મધ્યમ કદના ભૂકંપ સામાન્ય છે. જ્યારે આ આંચકાઓ કોઈ નુકસાન પહોંચાડતા નથી, પરંતુ લોકોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કરે છે. સિસ્મોલોજીકલ વિભાગ આ પ્રદેશ પર સતત નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો:રશિયા ફરી હચમચી ગયું, કામચટકામાં જોરદાર ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર કેટલું દૂર ?
આ પણ વાંચો:અફઘાનિસ્તાન ફરી કંપાયું, ભૂકંપથી 20નાં મોત, પાકિસ્તાન-ભારતમાં પણ અનુભવાયા આંચકા
