kutch News:આજે કચ્છ (Kutch) જિલ્લામાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભચાઉથી 12 કિલોમીટર દૂર બપોરે 12:41 વાગ્યે 3.1 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) નોંધાયો હતો.આ પહેલા ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર સવારે 6:41 વાગ્યે 2.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સિસ્મિક ઝોન 5 માં આવતા કચ્છ જિલ્લામાં આવા નાના-મોટા ભૂકંપની શ્રેણી ચાલુ છે.જોકે,આ બે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરે આ માહિતી આપી હતી.
કચ્છમાં આવા નાના અને મધ્યમ કદના ભૂકંપ સામાન્ય છે. જ્યારે આ આંચકાઓ કોઈ નુકસાન પહોંચાડતા નથી, પરંતુ લોકોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કરે છે. સિસ્મોલોજીકલ વિભાગ આ પ્રદેશ પર સતત નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો:રશિયા ફરી હચમચી ગયું, કામચટકામાં જોરદાર ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર કેટલું દૂર ?
આ પણ વાંચો:અફઘાનિસ્તાન ફરી કંપાયું, ભૂકંપથી 20નાં મોત, પાકિસ્તાન-ભારતમાં પણ અનુભવાયા આંચકા

