સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટે રાજધાની દિલ્હીને રક્તરંજિત કરવાની સાઝિશનો ભાંડાફોડ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરી કરી છે. જેની પાસેથી હથિયારોની ખેપ જપ્ત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં એણે આતંકવાદી સાઝિશનો ખુલાસો કર્યો છે.
જમ્મુ ઝોનના આઈજીપી એસ.ડી.સિંહ જામવાલે જાણકારી આપતા જણાવ્યું કે જમ્મુના ગાંધીનગર વિસ્તારમાંથી રવિવારે રાતે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. એની પાસેથી આઠ ગ્રેનેડ અને 60 હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. યુવકની ઓળખાણ પુલવામાં જિલ્લાના અવંતિપોરાના નિવાસી અરફાન વાની રૂપે કરવામાં આવી છે.
A Kashmiri youth was arrested in possession of 8 grenades from Jammu's Gandhi Nagar area,last night.He was carrying the cache of grenades to Delhi to hand them over to someone&they could have been used to disrupt 15th August celebrations in Delhi:Dr SD Singh Jamwal,IGP Jammu Zone pic.twitter.com/Ovx4aMuodF
— ANI (@ANI) August 6, 2018
એમણે જણાવ્યું કે અરફાન દિલ્હી જવા નીકળ્યો હતો. પૂછપરછમાં એણે દિલ્હીમાં મોટી આતંકી સાઝીશનો ખુલાસો કર્યો હતો. તે જે હથિયારોને લઈને જઈ રહ્યો હતો, એ દિલ્હીમાં કોઈને સોંપવાના હતા. એમની સાઝીશ ઓગસ્ટમાં દિલ્હીમાં મોટી દુર્ઘટનાને અંજામ આપવાની હતી.
મહત્વનું છે કે સુરક્ષા દળોને મળેલી ખુફિયા જાણકારી અનુસાર લશ્કર-એ-તૈયબા, જઈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન 15 ઓગસ્ટના મોકા પર કાશ્મીર ખીણથી લઈને રાજધાની દિલ્હી સુધી મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે. ધરપકડ કરાયેલા સંદિગ્ધની પુછપરછ ચાલી રહી છે.
