Not Set/ ભાગેડુ અપરાધીઓનો પસંદગીનો દેશ બ્રિટન: આ છે કારણ

ભારતમાં અપરાધ અને ગોટાળાનો કાળો ચિઠ્ઠો ખુલતા જ  અપરાધીઓ ફરાર થઈને બ્રિટનમાં છુપાઈ જાય છે, આ જ ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ અપરાધીને જેવી ખબર પડે છે કે એમના પાપ ઉજાગર થવાના છે, તેઓ બ્રિટન તરફ કેમ ભાગે છે. આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી, કિંગફિશર એરલાઈન્સના વિજય માલ્યા અને હીરા વ્યાપારી નીરવ મોદી પણ બ્રિટનમાં […]

Top Stories India World

ભારતમાં અપરાધ અને ગોટાળાનો કાળો ચિઠ્ઠો ખુલતા જ  અપરાધીઓ ફરાર થઈને બ્રિટનમાં છુપાઈ જાય છે, આ જ ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ અપરાધીને જેવી ખબર પડે છે કે એમના પાપ ઉજાગર થવાના છે, તેઓ બ્રિટન તરફ કેમ ભાગે છે. આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી, કિંગફિશર એરલાઈન્સના વિજય માલ્યા અને હીરા વ્યાપારી નીરવ મોદી પણ બ્રિટનમાં છુપાયેલા છે.

અપરાધીઓને એમના કાળા કારનામાઓનો ચિઠ્ઠો ખુલવાની ખબર પડતા જ તેઓ બ્રિટન તરફનો રસ્તો પકડી લે છે. પરંતુ સવાલ એ છે કે ભારતીય કાનુનથી બચવા માટે બ્રિટન સુરક્ષિત દેશ કેમ છે? હકીકતમાં બ્રિટીશ માનવાધિકાર આયોગ દુનિયાના બીજા દેશોના માનવાધિકાર આયોગ કરતા વધારે કડક અને માનવીય બાજુને સમજવાવાળો માનવામાં આવે છે. બ્રિટનમાં માનવાધિકાર માટે કડક નિયમો છે.

બ્રિટનમાં પ્રત્યાર્પણ પ્રક્રિયા ખુબ ધીમી છે. ભારતે 9 પ્રત્યાર્પણ માટે આગ્રહ કર્યો છે જેમાં વિજય માલ્યા, રાજેશ કપૂર, ટાઇગર હનીફ, અતુલ સિંહ, રાજ કુમાર પટેલ, જતીન્દ્ર કુમાર અંગુરલા, આશા રાની અંગુરલા, સંજીવ કુમાર ચાવલા અને શેખ સાદિકના નામ છે. આ બધા પ્રત્યાર્પણ આગ્રહ બ્રિટનની અદાલતમાં બાકી છે.

બ્રિટને અત્યાર સુધીમાં ફક્ત એકજ ભારતીય સમીરભાઈ વિનુભાઈ પટેલનું 2016માં પ્રત્યાર્પણ કર્યું હતું, ત્યારબાદ બંને દેશોએ 1992માં પ્રત્યાર્પણ સંધી પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ સંધી થયાના આટલા સમય બાદ પણ બ્રિટને કોઈ ભાગેડુ ભારતને સોપ્યા નથી. જયારે ભારત અત્યાર સુધીમાં બે લોકો બ્રિટનને સોપી ચુક્યું છે.

ગયા વર્ષે ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે ને ભારતે 57 ભાગેડુઓનું લીસ્ટ આપ્યું હતું. ભારતની લીસ્ટમાં લીકર કિંગ વિજય માલ્યા, લલિત મોદી સાથે ગુજરાત બ્લાસ્ટ, પંજાબ શીખ દંગા, ડીફેન્સ ડીલ, હત્યા વગેરે ગુનાઓ સાથે જોડાયેલા આરોપીઓ છે. બ્રિટને પણ ભારતને એવા 17 ભાગેડુઓનું લીસ્ટ આપ્યું છે , જેઓ બ્રિટનની અદાલતમાં દોષી છે.

2008માં ભારત હાના ફોસ્ટર હત્યા કેસમાં ભારતીય મનીન્દર પાલ સિંહ કોહલીનું બ્રિટનને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2009માં સોમૈયા કેતન સોમેન્દ્ર અને 2013માં કુલવિંદર સિંહ ઉપ્પલનું પ્રત્યાર્પણ ભારત કરી ચુક્યું છે. એક બીજા મામલામાં પણ ભારતે એસ. દેવવાનીને બ્રિટનને સોપવામાં આવ્યા હતા.

બ્રિટનને અદાલતને જો એવું લાગે છે  કે પ્રત્યાર્પણ બાદ શખ્શને પ્રતાડિત કરવામાં આવશે, મોતની સજા થશે અથવા રાજનીતિક કારણોથી પ્રત્યાર્પણ કરાવવામાં આવી રહ્યું છે તો તેઓ પ્રત્યાર્પણ કરવાનું નકારી દે છે.

ઘણાં મામલાઓમાં આરોપીની ઉમર વધારે હોવાનું બહાનું આપવામાં આવે છે  અથવા આરોપીનું ખરાબ મેડીકલ બેકગ્રાઉન્ડનું બહાનું બતાવવામાં આવે છે. ભારતીય જેલોની ખરાબ હાલત દર્શાવીને પણ ઘણાં અપરાધીઓ બચી જાય છે