Not Set/ તુતીકોરીનમાં કલમ ૧૪૪ લાગુ: ઈન્ટરનેટ બંધ, પ્લાન્ટ ઠપ્પ થવાથી ૩૨૫૦૦ કામદારો પર સંકટ

તામીલનાડુના તુતીકોરીનમાં વિરોધ પ્રદર્શનના કારણે સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ બંધ થઇ જવાથી ૩૨ હજાર ૫૦૦ નોકરીઓ પર અસર પડી છે, જેમાંના ૩ હજાર ૫૦૦ લોકોની આજીવિકા પર સીધી અસર પડી છે, જયારે ૩૦ થી ૪૦ હજાર નોકરીઓ પર અપ્રત્યક્ષ રીતે પ્રભાવ પડ્યો છે. સ્ટરલાઈટ કોપર પ્લાન્ટમાં ૨૫૦૦ કર્માંચારી કોન્ટ્રેક્ટ વર્કર છે, જેમને કંપનીએ નોટીસ મોકલી છે. […]

Top Stories

તામીલનાડુના તુતીકોરીનમાં વિરોધ પ્રદર્શનના કારણે સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ બંધ થઇ જવાથી ૩૨ હજાર ૫૦૦ નોકરીઓ પર અસર
પડી છે, જેમાંના ૩ હજાર ૫૦૦ લોકોની આજીવિકા પર સીધી અસર પડી છે, જયારે ૩૦ થી ૪૦ હજાર નોકરીઓ પર અપ્રત્યક્ષ રીતે
પ્રભાવ પડ્યો છે.

સ્ટરલાઈટ કોપર પ્લાન્ટમાં ૨૫૦૦ કર્માંચારી કોન્ટ્રેક્ટ વર્કર છે, જેમને કંપનીએ નોટીસ મોકલી છે. ઓછામાં ઓછા ૩૦ હજાર
કર્મચારીઓ કારખાનું બંધ થવાથી બેરોજગાર થઇ ગયા છે, જેઓ સપ્લાયર્સ, લોજીસ્ટીક્સ, ટ્રાન્સપોર્ટ વગેરે થી અપ્રત્યક્ષ રીતે
જોડાયેલા છે.

બેરોજગાર થયેલા આ લોકો સામે પ્લાન્ટ બંધ થવાથી આજીવિકાનું સંકટ ઉભું થઇ ગયું છે. તમિલનાડુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પ્લાન્ટનું લાયસન્સ રીન્યુ કરવાની ના કરી દીધી હતી. બોર્ડના જાણવામાં આવ્યું કે સ્ટરલાઈટ ધાતુમળ ને નદીઓમાં વહાવી દે છે અને પર્યાવારણના નિયમોનું ઉલ્લંઘન કરે છે. જોકે સ્ટરલાઈટે આ આરોપોનું ખંડન કર્યું છે. પ્રદુષિત પાણીનાં કારણે સ્થાનિક લોકોમાં કેન્સર થવા વિશે કંપનીના સીઈઓ રામનાથે કહ્યું કે આ બધી અફવાહ છે, જેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

પોલીસ ફાયરીંગમાં મરવાવાળાઓની સંખ્યા થઇ ૧૩

જણાવી દઈએ કે તુતીકોરીનમાં પોલીસ ફાયરીંગમાં મરવાવાળા ની સંખ્યા ૧૩ સુધી પહોચી ગઈ છે. સેલ્વાસ્કાર નામના એક વ્યક્તિનું
સરકારી હોસ્પીટલમાં મૃત્યુ થઇ ગયું છે, જયારે ૭૦ વધારે ઘાયલ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.
જો કે તુતીકોરીનમાં ગઈ રાત બાદ કોઈ વિરોધ પ્રદર્શનની ખબર આવી નાથી, તેમ છતાં તટીય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ
જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવતા પાંચ દિવસ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે સ્ટરલાઈટ ફેક્ટરી આજુબાજુ કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.

આ કારણે સામાન્ય જનજીવન ખુબ પ્રભાવિત છે. સામાન્ય લોકોને બિસ્કીટ અને દૂધ લેવા માટે પણ ખુબ મુશ્કેલી પડી રહી છે.
સતત ત્રીજા દિવસે પણ દુકાનો બંધ છે. મોટા પ્રમાંણમાં હિંસા ભડકાવવાના મામલે પોલીસે ૬૭ લોકોની ધરપકડ કરી છે.
બીજી બાજુ ગુપ્ત સુત્રોએ પુરા તમિલનાડુમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને રેલ્વે ટ્રેક પર હુમલો થવાના એલર્ટ જાહેર કાર્ય છે., સાથેજ ગુપ્ત
સુત્રોએ કમિશ્નર ને એક નોટ લખી છે જેમાં મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જણાવાયુ છે.
તમિલનાડુ સરકારે સોશિયલ મિડિયા દ્વારા ફેલાવતી અફવાને રોકવા માટે અને શાંતિ જળવાઈ રહે તે માટે તુતીકોરીન અને આસપાસના જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આરએસએસની વિચારધારા સામે ના જુક્વાના કારણે તામીલોની હત્યા
કરવામાં આવી રહી છે.રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે તમિલોની હત્યા કરવામાં આવી રહી છે કારણકે તેઓ આરએસએસ ની વિચારધારા સામે જુકતા નથી.આરએસએસ અને મોદી ગોળીબાર થી તમિલ લોકોની ભાવનાઓ ને ચગદી નહિ શકે. તમિલ ભાઈઓ -બહેનો અમે તમારી સાથે છીએ.

ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિને તુતીકોરીનમાં થયેલી હિંસા મામલે તામીલનાડુના મુખ્યામ્નાત્રી પલાનીસ્વામી અને
પોલીસ પ્રમુખ ટી કે રાજેન્દ્રન નું રાજીનામું માંગ્યું છે.અભિનેતા અને એમએનએમના અધ્યક્ષ કામ હ્સને તુતીકોરીન ઘાયલોની મુલાકાત લીધી હતી અને તેમના પ્રતિ સંવેદના દેખાડી હતી.અભિનેતા રજનીકાંતે પણ પોલીસ કાર્યવાહીની નિંદા કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દેખાડી હતી. સ્થાનિક લોકો પ્રદુષણ સંબંધી ચિંતાઓના કારણે વેદાન્તા ગ્રુપના આ કોપર પ્લાન્ટને બંધ કરવાની માંગને લઈને ૧૦૦ થી વધારે દિવસો થી પ્રદર્શન કરી રહ્યા છે.