Not Set/ હેલ્દી અને પોષણદાઇ જવનું સૂપ આ રીતે બનાવી શકાય છે ઘરે

સામગ્રી 2 ટેબલસ્પૂન જવ (2 કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલા) 1 ટીસ્પૂન તેલ 1 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ 1/4 કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ 1/4 કપ ઝીણા સમારેલા ગાજર 2 ટેબલસ્પૂન મસૂરની દાળ (ધોઇને નીતારી લીધેલી) મીઠું  (સ્વાદાનુસાર) 1/4 કપ ઝીણા સમારેલા ટામેટા 1/4 કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોઠામીર તાજો પીસેલો કાળા મરીનો પાવડર (સ્વાદાનુસાર) બનાવવાની રીત એક પ્રેશર કુકરમાં […]

Food Lifestyle

સામગ્રી

2 ટેબલસ્પૂન જવ (2 કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલા)

1 ટીસ્પૂન તેલ

1 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ

1/4 કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ

1/4 કપ ઝીણા સમારેલા ગાજર

2 ટેબલસ્પૂન મસૂરની દાળ (ધોઇને નીતારી લીધેલી) મીઠું  (સ્વાદાનુસાર)

1/4 કપ ઝીણા સમારેલા ટામેટા

1/4 કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ

2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોઠામીર

તાજો પીસેલો કાળા મરીનો પાવડર (સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ  સુધી સાંતળી લો.

તે પછી તેમાં ગાજર, મસૂરની દાળ, જવ, મીઠું અને 41/2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની 3 થી 4 સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.

હવે આ જવ-મસૂર દાળનું મિશ્રણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી તેમાં ટમેટા, લીલા કાંદાનો લીલો ભાગ, કોથમીર, થોડું મીઠું અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણને એક ઉભરો આવ્યા પછી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ પીરસો.