Lifestyle/ નાના-મોટા કામમાં આવશે જૂનું ટૂથબ્રશ…નકામું સમજીને ફેંકશો નહિં..જાણો એના વપરાશની ટિપ્સ…

Old Toothbrush (જૂના ટૂથબ્રશ) ને નાની-મોટી જગ્યાઓ જ્યાં તમારો હાથ કે કપડું ન પહોંચી શકે ત્યાંની સાફ-સફાઈ માટે તમે ઉપયોગ કરી શકો છો….

Trending Tips & Tricks Lifestyle
Old Toothbrush, ગેસ બર્નર, એક્ઝોસ્ટ ફેન, ટીવી રિમોટ, મહેંદી

Lifestyle: સ્માર્ટ કરકસર ઘર-ઘરમાં જોવા મળે છે. તો પછી આપણા જૂના ટૂથબ્રશ (Old Toothbrush)ને પણ સ્માર્ટ રીતે કેમ રિયુઝ ન કરવું? આજે અમે તમારા માટે વપરાયેલા જૂના ટૂથબ્રશને રિયુઝ કરવાની કેટલીક ટિપ્સ આપવા જઇ રહ્યાં છીએ…

Old Toothbrush, ગેસ બર્નર, એક્ઝોસ્ટ ફેન, ટીવી રિમોટ, મહેંદી

જૂના ટૂથબ્રશને રિયુઝ કરવાની ટિપ્સ (Old Toothbrush Reuse Tips)

જ્યારે પણ કોઇ વસ્તુ એકદમ વસૂલ ન થાય ત્યાં સુધી આપણે ભારતીયો એને વાપરવાનું છોડતા નથી! જેમ કે, ટૂથપેસ્ટ (Toothpaste) ખતમ થઇ જાય તો એને વેલણથી રોલ કરીને પૂરી પેસ્ટ વાપરવાની આદત (Habit) આપણામાંથી ઘણા લોકોને હશે! આવા તો અનેક ઉદાહરણ આપી શકાય જેમ કે જૂના ટુવાલને પણ રિયુઝ કરવાની અનેક સ્માર્ટ ટ્રિક્સ શોધી કાઢીએ છીએ…આવી સ્માર્ટ કરકસર ઘર-ઘરમાં જોવા મળશે. તો પછી આપણા ટૂથબ્રશને પણ સ્માર્ટ રીતે કેમ રિયુઝ ન કરવું? આજે અમે તમારા માટે વપરાયેલા જૂના ટૂથબ્રશને રિયુઝ (Old Toothbrush Reuse Tips) કરવાની કેટલીક ટિપ્સ આપવા જઇ રહ્યાં છીએ…

Old Toothbrush, ગેસ બર્નર, એક્ઝોસ્ટ ફેન, ટીવી રિમોટ, મહેંદી

ટાઇલ્સની ગંદકી દૂર કરશે

નાની-મોટી જગ્યાઓ જ્યાં તમારો હાથ કે કપડું ન પહોંચી શકે ત્યાંની સાફ-સફાઈ માટે તમે ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. બાથરુમોની ટાઇલ્સની ગંદકી દૂર કરવા માટે મોટું બ્રશ કામ નથી આવતું પણ જૂનું ટૂથબ્રશ એ સરસ રીતે સાફ કરી દેશે! જૂના બ્રશ પર સિરકો અને બેકિંગ સોડા (Vinegar & Baking Soda) લગાવીને ગંદકીવાળા સ્થાને ટૂથબ્રશ ઘસવું. આમ કરવાથી તમામ ગંદકી આસાનીથી સાફ થઇ જશે!

Old Toothbrush, ગેસ બર્નર, એક્ઝોસ્ટ ફેન, ટીવી રિમોટ, મહેંદી

ગેસ બર્નરની સફાઇ

ગેસના બર્નરમાં અત્યંત નાના-નાના કાણા હોય છે અને એમાં ઘણીવાર ગંદકી ભરાઇ જાય છે. આવા સંજોગોમાં તમે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરીને એમાંથી ગંદકી દૂર કરી શકો છો.

ગેસ બર્નર (Gas Burner) પર જમા થયેલા તેલ અને મસાલાનું લેયર કપડાથી લૂછીને દૂર કરી શકાતું નથી. આ માટે જૂનું બ્રશ એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. આ ઉપરાંત, ટીવીના રિમોટ (TV Remote)ની ધૂળ દૂર કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે.

Old Toothbrush, ગેસ બર્નર, એક્ઝોસ્ટ ફેન, ટીવી રિમોટ, મહેંદી

અન્ય નાના-મોટા કામોમાં લઇ શકો

1. જૂના બ્રશની સહાયતાથી તમે તમારા શૂઝ (Shoes) કે પગરખાના સોલ અથવા કિનારીઓ પર જામેલી ધૂળ-માટીને સરળતાપૂર્વક સાફ કરી શકો છો.

2. જો તમે વાળમાં મહેંદી લગાવતા હો તો એના માટે પણ એ વાપરી શકો છો.

3. ગંદા એક્ઝોસ્ટ ફેન (Exhaust fan) ને સ્વચ્છ કરવા માટે પણ જૂના બ્રશને યુઝ કરી શકાય છે.

આમ, જૂનું વપરાયેલું દાતણ કરવાના આ નાના અમથા સાધનને લોકો નકામું સમજીને ફેંકી દેતા હોય છે પણ આ ટ્રિક્સ અપનાવવાથી એ તમને ઘરના નાના-મોટા કામોમાં ચોક્કસ મદદ કરી શકે છે.


આ પણ વાંચો: જૂના ટુવાલને ફેકવાના સ્થાને આ રીતે કરો ઉપયોગ….ઘરમાં કામ આવશે આ 5 રિયુઝ ટિપ્સ…

આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…