વાડજ મોબ લિંચિંગ કેસમાં મદારી સમાજની મહિલાના હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે બે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં કુલ 25 આરોપી છે જે પૈકી એકને પણ જામીન ન મળ્યા હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
ગત 26મી જૂનના રોજ શહેરના વાડજ વિસ્તારમાં શાંતિદેવી નામની મદારી સમાજની મહિલાને બાળક ચોરની અફવાના આધારે ટોળાએ મારી મારીને તેની હત્યા કરી નાખી હતી. આ કેસના બે આરોપી કાંતિ બુચો અને જયેશ ઓડને સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જોકે કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.
આ કેસમાં ગત ઓકટોબર મહિના દરમિયાન તમામ આરોપીઓની ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. આગાઉ મુકેશ પાટડીયા અને હસમુખ સોલંકી નામના બે આરોપીઓની જામીન અરજીને પણ કોર્ટે ફગાવી દીધી હતી.
