Lifestyle: તહેવારોની સિઝન (Festive Season) ચાલી રહી છે ત્યારે બધાના ઘરમાં સફાઇનો ધમધમાટ ચાલતો હશે! ઘરમાં લગાવેલી તસવીરો થી માંડીને ફર્નિચર અને પડદા આ તમામ વસ્તુઓની સાફ-સફાઇમાં (House Cleaning) બધા વ્યસ્ત હશે. ઘણી મહેનતથી આપણે ઘરને તો ચકચકાટ બનાવી દઇએ છીએ પરંતુ, કાચને સાફ કરવાનું અઘરું લાગે છે. હકીકતમાં ઘરમાં ધૂળ અને માટી ઉડવાને કારણે અરીસો (Mirror) તથા અન્ય બારી, સ્લાઇડર (Window glasses, Slider) વગેરેના કાચ ગંદા થઇ જાય છે અને એના પર લાગેલા બારીક રજકણના લીધે સફાઇ દરમિયાન, એના પર ઉઝરડા પણ પડી જાય છે. આ સંજોગોમાં જો તમે કોઇ વધારેપડતી મહેનત કર્યા વિના સરળતાથી અરીસાના ડાઘ હટાવવા માગતા હો તો તમને આ ટ્રિક્સ (Tricks) કામ આવી શકે એમ છે. તો ચાલો જાણીએ, આ વિશે…
અરીસા કે કાચના ડાઘાને દૂર કરવાના ઉપાયો

છાપા નો ઉપયોગ કરો
અરીસાના કે અન્ય કાચના ડાઘ અને ધબ્બાને સ્વચ્છ કરવા માટે તમે છાપું (Newspaper) વાપરી શકો છો. આ માટે રોજબરોજ વાંચ્યા પછી પસ્તી માટે એકઠા થતા છાપા ના ટુકડાનો બોલ (Paper Ball) બનાવી લો અને પાણીમાં ઝબોળીને કાઢી લો. હવે એને હળવા હાથે અરીસા પર ફેરવો. તમે ઇચ્છો તો એમાં વિનેગર (Vinegar) પણ નાખી શકો છો. આમ કરવાથી, પરિણામ તરત દેખાશે ત્યાર બાદ, સ્વચ્છ કપડાથી અરીસાને લૂછી લો.

મીઠાનો પ્રયોગ કરો
ઘરમાં લાગેલા કાચને સ્વચ્છ કરવા માટે મીઠું (Salt) અસરકારક સાબિત થાય છે. આ માટે મીઠાને પાણીમાં નાખીને એનું મિશ્રણ બનાવો. ત્યારબાદ, એનાથી અરીસો સ્વચ્છ કરી લો. આમ કરવાથી તમારું દર્પણ તથા અન્ય કાચ ચમકવા લાગશે!

શેવિંગ ક્રીમ વાપરો
કાચ કે દર્પણને સ્વચ્છ કરવા માટે શેવિંગ ક્રીમ (Shaving Cream) પણ ઉત્તમ નુસખો છે. આ માટે થોડું પાણી લઇને શેવિંગ ક્રીમનું ફીણ બનાવો પછી, એને કાચ પર ઘસતા જાઓ. બે-ચાર મિનિટ પછી સ્વચ્છ કપડાથી એને સાફ કરી દો. આમ કરવાથી તમારા ઘરના કાચ કે અરીસાને સરળતાથી ચમકાવી શકો છો.

બેકિંગ સોડા
આ ત્રણ ઉપરાંત, એક અન્ય નુસખો પણ ઘણો જ કારગર છે અને એ છે બેકિંગ સોડા! કાચ પર જામેલા ડાઘને દૂર કરવા માટે તમારે બેકિંગ સોડા (Baking Soda)ને થોડા પાણીમાં મિક્સ કરવાનો રહેશે અને ત્યાર બાદ, એક મુલાય્ કપડાને એમાં બોળીને કાચ સાફ કરતા જાઓ. ડાઘ દૂર થાય ત્યાં સુધી ઘસો અને પછી એક સૂકા કપડાથી કાચને સારી રીતે લૂછી લો. તમારું દર્પણ કે કાચ તદ્દન નવા હોય એમ ચમકી ઉઠશે!
આ પણ વાંચો: સિગરેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? ફરીથી ગુલાબી બનાવો! આ રહી ટિપ્સ…
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
