Surat News: સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી છે. ગેરેજમાં કાર રિપેરિંગ માટે આપી હતી. આ કારને રિપેર કરીને ગેરેજવાળાએ બાજુના મેદાનમાં મૂકી હતી ત્યારે અજાણ્યા ઇસમોએ તેમા તોડફોડ કરી હતી. ઉપદેશ રાણા હાલમાં હૈદરાબાદમાં છે. તેના પછી તેમને આ ખબર પડી હતી. ઉપદેશ રાણાને અગાઉ પણ મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.
તેમણે જણાવ્યું હતું કે મને આઇએસઆઇએસ અને અન્ય શખ્સો દ્વારા ધમકી મળી હતી. મારી કાર ગોડાદરા સ્થિત મિકેનિકને ત્યાં રિપેરિંગ માટે ગઈ હતી. સમગ્ર મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમણે ઉમેર્યુ હતું કે હું ગઇકાલે હૈદરાબાદ આવ્યો છું, મારી હેરિયર કાર મેં ખેતપાલભાઈને રિપેરિગ માટે આપી હતી. તેમણે કાર રિપેર કરીને બાજુના મેદાનમાં રાખી હતી. તે સમયે મારી કાર પર પથ્થરમારો થયો હતો. કારની અંદરથી પથ્થરો પણ મળી આવ્યા છે. હવે આ પ્રકારનું કૃત્ય કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની મારી માંગ છે.
મને આ આખી ઘટનાની જાણકારી કાર મિકેનિક ખેતપાલસિંહ રાણાએ જ આપી હતી. તોડફોડની આ ઘટના 21 સપ્ટેમ્બરની રાત્રિ દરમિયાન બની હોવાનું માનવામાં આવે છે. તેના પછી 22 સપ્ટેમ્બરના રોજ તેના અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેની ફરિયાદ પણ કાર મિકેનિક ખેતપાલે જ કરી હતી. તેમના જણાવ્યા મુજબ તેમણે 21મી સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા નવ વાગે ગેરેજમાં રહેલી બધી ગાડીઓને રિપેરિંગ માટે બહાર મૂકી હતી અને પછી તેઓ તેને અંદર મૂકી રહ્યા હતા ત્યારે હેરિયર કારનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. નુકસાન જોતાં જ ખેતપાલે ઉપદેશ રાણાને ફોન કરીને આ બનાવ અંગે જાણ કરી હતી. તેમણે ઉપદેશ રાણાને કારના તૂટેલા કાચનો વિડીયો પણ વોટ્સએપ પર મોકલી આપ્યો હતો. તેના પછી તેમણે ગાડીને ગેરેજમાં સુરક્ષિત મૂકી દીધી હતી.
ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે કાર મિકેનિક ખેતપાલે તેમને આ ઘટનાની જાણકારી આપતા તેમણે ગોડાદરા પોલીસને તેની જાણ કરી છે. તેથી હવે ગાડીને નુકસાન પહોંચાડનારા સામે પોલીસ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો: Surat News/હિન્દુ નેતા ઉપદેશ રાણાને વોટ્સએપ કોલ પર ધમકી આપનારો રાજસ્થાનથી ઝડપાયો
આ પણ વાંચો: Surat-Maulavi Case/ઉપદેશ રાણાની હત્યાની સોપારી લેનારા મૌલવીના કેસમાં મોટા ખુલાસા થઈ શકે
આ પણ વાંચો: arrested by Crime Branch/ હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો મામલો
