Murder/ કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત – શિકારી જ બન્યો શિકાર

કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત થયું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસની વ્યાપી ગઇ છે. સામે આવી રહેલી પ્રાથમીક વિગતો પ્રમાણે શિકાર કરવા

Gujarat Vadodara

કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત થયું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસની વ્યાપી ગઇ છે. સામે આવી રહેલી પ્રાથમીક વિગતો પ્રમાણે શિકાર કરવા આવેલો શિકારી ખુદ શિકાર બન્યો અને મોતને ભેટ્યો છે. નીલ ગાયનો શિકાર કરવાં આવેલી ટોળકીએ ફાયરિંગ કર્યું હતું. અને ફાયરિંગમાં ટોળકીમાંનાં જ એક શખ્સને ગોળી વાગી જતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું.

શિકાર કરવાં મારેલી ગોળી સાથી શિકારીની છાતીની આરપાર થઇ ગઇ હતી. ભરૂચનાં ઝંઘાર ગામની શિકારી ટોળકી સાથે આ ઘટના બની હોવાની વિગતો સાંપડી રહી છે. ઘટનામાં શિકારી ટોળકીનાં આસિફ ઝંઘારીયાવાલાનું મોત નિપજ્યું છે. ગોળી વાગતા મોત નિપજ્યા બાદ શિકારીનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, હત્યાની આશંકાને પગલે મૃતદેહનું પેનલ પીએમ કરાશે તેવી વિગતો સામે આવી રહી છે. સમગ્ર ઘટનામાં કરજણ પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.

જુઓ સંપૂર્ણ વિગત સાથેનો આ વીડિયો અહેવાલ – કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…