મહેસાણાની વિશ્વવિખ્યાત દૂધસાગર ડેરીમાં 15 વર્ષે સત્તા પલટો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વિવાદ સાથે યોજવામા આવેલી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી વિરુદ્ધ અશોક ચૌધરીનાં જંગે દેશ-દુનિયાની નજર દૂધસાગર ડેરી તરફ ખેંચી હતી અને ભારે રસાકસી સાથે અશોક ચૌધરીએ મેદાને જંગમાં વિજય મેળ્યો હતો. તો હવે દૂધસાગર ડેરીની કમાન અશોક ચૌધરીના હાથમાં આવી ગઇ છે.

વાર્ષિક 5800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી દૂધ સાગર ડેરીના અશોક ચૌધરી નવા ચેરમેન બન્યા છે. ચૂંટણી અધિકારી સીસી પટેલની અધ્યક્ષતામાં બોર્ડની બેઠક મળી હતી જેમાં અશોક ચૌધરીને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતચા. તેમની ટર્મ પાંચ વર્ષ માટે રહેશે. સાથે સાથે દૂધસાગર ડેરીમાં પ્રથમ અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે અમરત દેસાઇ, જ્યારે બીજા અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે જશીબેન દેસાઇની વરણી પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકીય રીતે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનાં રાજકારણ માટે અનેક રીતે દૂધસાગર ડેરીની ચૂંટણી મહત્વની હોવાનું જોવામાં આવી રહ્યું હતુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
