Gujarat News/ છોટા ઉદેપુરમાં ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી નિષ્ફળ, 15 સ્કૂટર અને બૂટલેગરો ઝડપ્યા

નર્મદા કેનાલના રસ્તે વહેલી સવારે 15 સ્કૂટરો પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બૂટલેગરોને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ફિલ્મી અંદાજમાં દબોચી લીધા

Gujarat Top Stories

ગુજરાતમાં દારૂબંધીનો અમલ હોવા છતાં બૂટલેગરોની હિંમત જોતાં પોલીસ પણ ચોંકી ઉઠી! છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નર્મદા કેનાલના રસ્તે વહેલી સવારે 15 સ્કૂટરો પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બૂટલેગરોને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ફિલ્મી અંદાજમાં દબોચી લીધા. “આગે આગે તું ચલા, પીછે પીછે મેં” જેવા દૃશ્યો સર્જાયા જ્યારે SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે સ્કૂટરોનો પીછો કરીને તેમને કોર્ડન કરી દીધા.

SMCને મળેલી ચોક્કસ બાતમી મુજબ, વહેલી સવારે બોડેલી નજીક નર્મદા કેનાલના રસ્તે 15 સ્કૂટરો વિદેશી દારૂના થેલાઓ સાથે પસાર થવાના હતા. ટીમે મોરખલ નજીક વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી અને સ્કૂટર સવારો દેખાતાં જ તેમને ઘેરી લીધા. આ કાર્યવાહીમાં 15 બૂટલેગરોની ધરપકડ કરવામાં આવી, અને દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો. ઝડપાયેલા તમામ લોકોને બોડેલી પોલીસ મથકે લઈ જવાયા, જ્યાં કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી.

છોટા ઉદેપુર જેવા સરહદી જિલ્લામાં પરપ્રાંતથી દારૂની હેરાફેરીના પ્રયાસો અવારનવાર થતા રહે છે. બૂટલેગરોએ ટ્રક કે કારને બદલે સ્કૂટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, કારણ કે ઓછા જથ્થા અને ઝડપી હેરફેરથી પોલીસની નજરથી બચવું સરળ લાગે છે. જોકે, SMCની આ ઝડપી કાર્યવાહીએ તેમની આ ચાલને નિષ્ફળ બનાવી દીધી.
આટલો મોટો દારૂનો જથ્થો જિલ્લાના આંતરિક વિસ્તારો સુધી પહોંચી જવા છતાં સ્થાનિક પોલીસને ખબર ન હોવી એ ચોંકાવનારી બાબત છે. SMCની આ કાર્યવાહીએ જિલ્લા પોલીસની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે.
whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat/મહેસાણા અને છોટા ઉદેપુરમાં દારૂના જથ્થા સાથે 33 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: Chhota Udepur News/છોટા ઉદેપુરમાં સારા રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં લઈ જવા મજબૂર, મહિલાએ મૃત બાળકને આપ્યો જન્મ

આ પણ વાંચો: Chhota Udepur News/હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ : છોટા ઉદેપુરમાં મુસ્લિમ મામાએ હિન્દૂ ભાણીનુ મોસાળુ ભર્યું