Sonia Gandhi Memoir Belonging HarperCollins : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સંસ્મરણાત્મક પુસ્તકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે મોટો ફેરફાર થયો છે. હાર્પરકોલિન્સ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તે સોનિયા ગાંધીની પુસ્તક Belonging: A Journey of Love’ને ભારતમાં પ્રકાશિત કરશે. પુસ્તકનું વૈશ્વિક પ્રકાશન 10 નવેમ્બરે થવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રકાશકના જણાવ્યા અનુસાર, આ પુસ્તક હાલના સમયની સૌથી વધુ ચર્ચાતી રાજકીય સંસ્મરણાત્મક કૃતિઓમાંની એક છે.
Sonia Gandhiના જીવનની સફરનો ઉલ્લેખ
પુસ્તકમાં સોનિયા ગાંધીના(Sonia Gandhi) જીવનના વિવિધ મહત્વપૂર્ણ તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુદ્ધ પછીના ઇટાલીમાં તેમનું બાળપણ, ભારત આવવાનો નિર્ણય, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના લગ્ન અને ત્યારબાદ ભારતીય રાજકારણમાં તેમની લાંબી સફર વિશે પુસ્તકમાં માહિતી આપવામાં આવશે. પ્રકાશકના મતે, પુસ્તકમાં ભારત અને ભારતીય રાજકારણને લઈને સોનિયા ગાંધીનો અંગત અને અંદરનો અનુભવ પણ જોવા મળશે.

પેંગ્વિન સાથેનો વિવાદ ક્યાંથી શરૂ થયો?
આ પુસ્તકને લઈને વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાની અલ્ફ્રેડ એ. નોફ, જે પેંગ્વિન રેન્ડમ હાઉસનો ભાગ છે, તેણે 10 નવેમ્બરે પુસ્તકના વૈશ્વિક પ્રકાશનની જાહેરાત કરી હતી. ત્યારબાદ પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતમાં આ પુસ્તકનું પ્રકાશન નહીં કરે. અહેવાલો અનુસાર, પેંગ્વિન ઈન્ડિયા તરફથી પુસ્તકની કેટલીક સામગ્રીમાં સંપાદકીય ફેરફાર કરવાની અને કેટલાક અંશો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સોનિયા ગાંધીની ટીમ આ ફેરફારો સાથે સહમત ન થતાં બંને પક્ષો વચ્ચે પ્રકાશન અંગે અંતિમ સહમતી બની શકી નહોતી.
મોદી, RSS અને ચીનના મુદ્દે પણ ચર્ચા
કોંગ્રેસના કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પેંગ્વિન ઈન્ડિયા તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS અને ભારત-ચીન સંબંધો સાથે જોડાયેલા કેટલાક અંશો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ તરફથી એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે પ્રકાશક પર બહારથી દબાણ હતું. જોકે, પેંગ્વિન ઈન્ડિયાએ આ આરોપોને ફગાવી દીધા હતા. પ્રકાશકે કહ્યું હતું કે ભારતમાંથી પુસ્તક પ્રકાશિત(Sonia Gandhi) ન કરવાનો નિર્ણય કોઈ બાહ્ય દબાણના કારણે લેવામાં આવ્યો નહોતો. સાથે જ પ્રકાશકે સ્વીકાર્યું હતું કે ચર્ચા દરમિયાન એક મુદ્દે બંને પક્ષો વચ્ચે મતભેદ ઊભો થયો હતો.
હવે હાર્પરકોલિન્સ ઈન્ડિયા પુસ્તક પ્રકાશિત કરશે તેવી જાહેરાત બાદ સોનિયા ગાંધીની(Sonia Gandhi) આ સંસ્મરણાત્મક પુસ્તકને ભારતના વાચકો સુધી પહોંચવાનો રસ્તો સાફ થયો છે.
આ પણ વાંચો :દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીનો જાદુ; નોર્થ-ઈસ્ટ ઝોન સામે 2 વિકેટ ઝડપીને શેર કર્યો મજેદાર કિસ્સો
આ પણ વાંચો :કોલંબો ટેસ્ટ ડ્રો છતાં કેપ્ટન શુભમન ગિલને WTC ફાઇનલનો પૂરો ભરોસો; ભારતની રણનીતિ સ્પષ્ટ
આ પણ વાંચો :ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: ક્રિકેટ ઇલેવન સામેના પ્રેક્ટિસ મેચમાંથી બહાર થયા કેપ્ટન શુભમન ગિલ
