Shubman Gill Confident WTC Final Colombo Test Draw: શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સફર થોડી મુશ્કેલ બની છે. જોકે, ભારતીય કેપ્ટન શુભમન ગિલનું માનવું છે કે ટીમ હજુ પણ ફાઈનલમાં સ્થાન મેળવી શકે છે. ભારતે સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતી હોવાથી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. કોલંબો ટેસ્ટમાં સંપૂર્ણ જીત ન મળવાના કારણે ભારતની પોઈન્ટ્સ ટકાવારી પર અસર પડી છે. હાલ ભારત 11 ટેસ્ટમાંથી 5 જીત, 4 હાર અને 2 ડ્રો સાથે 51.52 ટકા પોઈન્ટ્સ પર છે. ટીમ ટેબલમાં પાંચમા ક્રમે છે. આ સ્થિતિમાં હવે આગામી મેચો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.
Shubman Gillને ટીમની ક્ષમતા પર વિશ્વાસ
ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં મજબૂત સ્થિતિ મેળવવા માટે આગામી સાતમાંથી મોટાભાગની મેચ જીતવી પડશે. ભારતે આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ સામે બે અને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચ રમવાની છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ ભારત માટે મોટો પડકાર બની શકે છે. મેચ બાદ ગિલે (Shubman Gill) કહ્યું કે ટીમનો આત્મવિશ્વાસ ઓછો થયો નથી. ભારતીય ટીમનું લક્ષ્ય કોલંબો ટેસ્ટ જીતવાનું હતું, પરંતુ શ્રીલંકાના ખેલાડીઓએ અંત સુધી સારી લડત આપી. ગિલના મતે ફાઈનલની રેસ હજુ ખુલ્લી છે અને ટીમ આગામી મેચોમાં જરૂરી પોઈન્ટ્સ મેળવવા માટે સંપૂર્ણ તૈયારી કરશે.

યુવા ખેલાડીઓએ બતાવી પોતાની તાકાત
શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય યુવા ખેલાડીઓના પ્રદર્શનથી પણ ગિલ(Shubman Gill) ખુશ જોવા મળ્યો. ખાસ કરીને બોલિંગમાં માનવ સુથાર અને અન્ય યુવા ખેલાડીઓએ પોતાની ક્ષમતા દર્શાવી છે. બેટિંગમાં દેવદત્ત પડિક્કલ અને વિકેટકીપર ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ પણ ટીમના ભવિષ્ય માટે આશાસ્પદ દેખાયા છે.ભારતીય કેપ્ટને શ્રીલંકાના બેટ્સમેનોની ધીરજની પણ પ્રશંસા કરી. ભારતીય બોલરોએ વિકેટ મેળવવા માટે અનેક પ્રયાસ કર્યા, પરંતુ યજમાન ટીમના અંતિમ બેટ્સમેનોએ લાંબો સમય ક્રિઝ પર ટકી રહીને મેચ બચાવી લીધી.
ફાઈનલ માટે હવે દરેક મેચ મહત્વની
WTCમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો ભારત માટે મોટો પડકાર છે. તેથી આગામી સાત ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન તેની ફાઈનલની દાવેદારી નક્કી કરશે. ગિલનો(Shubman Gill) વિશ્વાસ હવે મેદાન પરના પરિણામોમાં કેટલો સાબિત થાય છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો :ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: ક્રિકેટ ઇલેવન સામેના પ્રેક્ટિસ મેચમાંથી બહાર થયા કેપ્ટન શુભમન ગિલ
આ પણ વાંચો :ગૌતમ ગંભીરના સમર્થનમાં હરભજન સિંહ, શુભમન ગિલની કેપ્ટનશિપ પર પણ મોટું નિવેદન
આ પણ વાંચો :હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં પાછો ફરવા માંગતો હતો, પરંતુ શુભમન ગિલની ટીમે આ ડીલ કેમ નકારી?
