Israel Gaza conflict/ ઇઝરાયેલથી પરત આવતા ભારતીયો માંડ માંડ બચ્યા!

રનવેની તપાસ બાદ બધુ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું અને 30 મિનિટ બાદ વિમાનને ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

Top Stories India

યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલની રાજધાની તેલ અવીવથી દિલ્હી જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન મિસાઈલ હુમલાનો ભોગ બનવાથી બચી ગયું હતું. તે સમયે બોર્ડ ફ્લાઇટ AI-140 માં લગભગ 220 મુસાફરો હતા અને હુમલો ટેક-ઓફની થોડી મિનિટો પહેલા એરપોર્ટની આસપાસના વિસ્તારમાં થયો હતો. જ્યારે મિસાઈલ નજરે પડી ત્યારે વિમાન એરપોર્ટ પર ઉડાન માટે તૈયાર થઈ રહ્યું હતું. ઘટનાની જાણ થતા જ અધિકારીઓએ તરત જ વિમાનને અટકાવી દીધું હતું. રનવેની તપાસ બાદ બધુ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું અને 30 મિનિટ બાદ વિમાનને ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.