Not Set/ સરકાર પર પરેશ ધાનાણીના પ્રહાર,પત્રકારો પરના હુમલાને વખોડ્યો

ગાંધીનગર, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા સત્રના દિવસો વધારવાની માગ કરી છે. તેમણે કહ્યું કે સરકારે કાર્યપાલિકા પર લગામ લગાવી દીધી છે અને વિધાનસભા સત્રના દિવસોમાં કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે અમે વધારાનું સત્ર બોલાવવા માગ કરી છે. પણ સરકાર સામનો કરવા તૈયાર નથી. સાથે જ તેમણે કહ્યું કે, ભાજપનું સંગઠન અને  સરકાર વચ્ચે સમન્વય […]

Top Stories Videos

ગાંધીનગર,

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા સત્રના દિવસો વધારવાની માગ કરી છે. તેમણે કહ્યું કે સરકારે કાર્યપાલિકા પર લગામ લગાવી દીધી છે અને વિધાનસભા સત્રના દિવસોમાં કાપ મૂકવામાં આવ્યો છે.

જ્યારે અમે વધારાનું સત્ર બોલાવવા માગ કરી છે. પણ સરકાર સામનો કરવા તૈયાર નથી. સાથે જ તેમણે કહ્યું કે, ભાજપનું સંગઠન અને  સરકાર વચ્ચે સમન્વય નથી રહ્યો.

આ ઉપરાંત બિટ કોઈન મામલે નિવેદન આપતા ધાનાણીએ કહ્યું કે, સત્તામાં બેઠેલા લોકોએ મોટા માથાઓને બચાવવા માટે રાજ્યાશ્રય આપ્યો છે અને બિટ કોઈન મામલે તટસ્થ તપાસ કરવી જરૂરી છે.

સાથે જ હાર્દિકના ઉપવાસને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા અને પત્રકારો પર પોલીસ દ્વારા કરાયેલા હુમલાને પણ ધાનાણીએ વખોડ્યો હતો અને સરકાર પર પ્રહાર કર્યા હતા.

https://api.mantavyanews.in/gujarat-ruffianism-of-police-injury-to-cameraman-of-mantavya-news/