National News/ જંતરમંતર પર વાયરલ થયેલા મોહમ્મદ ઇરફાનની યુટ્યુબ ચેનલ બંધ થતાં સોશિયલ મીડિયા પર રોષ

જંતરમંતર પર વાયરલ થયેલા મોહમ્મદ ઇરફાનની(Mohammad Irfan) યુટ્યુબ ચેનલ અચાનક બંધ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો ચેનલને ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. જાણો વિગત.

NATIONAL Top Stories India
Mohammad Irfan

Mohammad Irfan YouTube Channel Banned: દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા અને તાજેતરમાં જંતરમંતર પર સંવિધાનની પ્રસ્તાવના વાંચીને રાતોરાત ચર્ચામાં આવેલા મોહમ્મદ ઇરફાનની યુટ્યુબ ચેનલ અચાનક બંધ થઈ ગઈ છે. ચેનલના પેજ પર ગૂગલના નિયમોના ઉલ્લંઘનનું નોટિફિકેશન બતાવવામાં આવી રહ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

Mohammad Irfan

માત્ર 24 કલાકમાં મળ્યા હતા 70,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ

જંતરમંતર પર CJP ના આંદોલન દરમિયાન બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરીને ઇરફાન રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમણે ‘मैं इरफान’ (મેં ઇરફાન) નામે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને માત્ર 24 કલાકની અંદર જ તેમને 70,000 કરતા વધુ સબ્સ્ક્રાઇબર્સ મળી ગયા હતા. મજૂરોની સમસ્યાઓ અને લોકશાહી અધિકારો પર તેમની નીડર રજૂઆતને લોકોએ ખૂબ આવકારી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી.

Mohammad Irfan

ચેનલ બંધ થવા પર Mohammad Irfan ની પ્રતિક્રિયા

યુટ્યુબ દ્વારા ચેનલ બંધ કરવામાં આવ્યા બાદ ઇરફાન(Mohammad Irfan) દ્વારા એક્સ (X) પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે તેમણે તમામ નિયમોનું ઈમાનદારીથી પાલન કર્યું છે. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પ્લેટફોર્મના ઓટોમેટેડ સિસ્ટમની કોઈ ટેકનિકલ ભૂલ પણ હોઈ શકે છે. ઇરફાને યુટ્યુબને ચેનલની સમીક્ષા કરીને વહેલી તકે તેને પૂર્વવત્ (Restore) કરવાની અપીલ કરી છે.

Mohammad Irfan

સોશિયલ મીડિયા પર સમર્થનનો ધોધ

ઇરફાનની(Mohammad Irfan) ચેનલ બંધ થયા બાદ ઇન્ટરનેટ પર લોકો યુટ્યુબ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર અજીત અંજુંમ સહિત અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે અપીલ કરી છે કે મજૂર વર્ગના યુવાનની આ મોટી સિદ્ધિ છે અને યુટ્યુબે પોતાની ભૂલ સુધારીને ચેનલ જલ્દી ચાલુ કરવી જોઈએ.


આ પણ વાંચો:દિલ્હીના Jantar Mantar Protest કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જુઓ વિડિઓ

આ પણ વાંચો:રાજ્યસભામાં ગુંજ્યો જંતર-મંતરનો વિરોધ, મલ્લિકાર્જુન ખડગેનાં સરકાર પર ગંભીર આક્ષેપ

આ પણ વાંચો:જંતર-મંતર પર કુણાલ કામરાના નિવેદનથી વિવાદ: સોશિયલ મીડિયામાં કામરાનો વિરોધ