kerala news/ ઇથેનોલ મુક્ત પેટ્રોલ આપવા ઓઇલ કંપનીઓનો ઇનકાર! કેરળ સરકાર પહોંચી કેન્દ્રના દ્વારે

Ethanol Free Petrol: ઓઇલ કંપનીઓએ ઇથેનોલ મુક્ત પેટ્રોલના નમૂના આપવાનો ઇનકાર કરતાં કેરળ સરકારે કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. રાજ્યમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ તપાસવા માટે આ નમૂનાઓ જરૂરી છે.

Top Stories India
Ethanol Free Petrol: ઇથેનોલ મુક્ત પેટ્રોલ મુદ્દે મોટો વિવાદ, કેરળ સરકારે કેન્દ્ર પાસે કરી માંગ

Kerala News: કેરળમાં પેટ્રોલમાં ભેળવવામાં આવતા ઇથેનોલના પ્રમાણની તપાસને લઈને વિવાદ ઊભો થયો છે. ઓઇલ કંપનીઓએ ઇથેનોલ મુક્ત પેટ્રોલ (Ethanol Free Petrol)ના નમૂના આપવાનો ઇનકાર કરતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. રાજ્યમાં વેચાતા પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ કેટલું છે તેની ચકાસણી કરવા માટે આ નમૂનાઓ જરૂરી છે.

Ethanol Free Petrol: કેન્દ્રના બે મંત્રીઓને પત્ર લખી હસ્તક્ષેપની માંગ

કેરળના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી અનૂપ જેકબે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી તથા રાજ્ય મંત્રી સુરેશ ગોપીને પત્ર લખ્યો છે. તેમણે જરૂરી નમૂનાઓ કોઈપણ વિલંબ વિના રાજ્યના અધિકારીઓને ઉપલબ્ધ કરાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

અનૂપ જેકબે પત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારને અલગ-અલગ સ્થળોએથી પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી ઓટોમોબાઇલ એન્જિનો પર થતી અસરો અંગે અનેક ફરિયાદો મળી (Petrol News) છે. આ ફરિયાદો અને ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકારે પેટ્રોલના નમૂનાઓની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

બે સપ્તાહથી પેટ્રોલના નમૂના એકત્ર કરવાની કામગીરી

રાજ્ય સરકારે છેલ્લા બે સપ્તાહ દરમિયાન વિવિધ રિટેલ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલના નમૂનાઓ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેનો મુખ્ય હેતુ બજારમાં વેચાતા પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ કેટલું છે તે જાણવાનો હતો.

નાગરિક પુરવઠા વિભાગે નિર્ધારિત નિયમો અનુસાર પેટ્રોલના નમૂનાઓ (Petrol Sample Testing) એકત્ર કર્યા હતા અને તપાસ માટે રાજ્ય સરકારની કેમિકલ એક્ઝામિનર લેબોરેટરીમાં મોકલ્યા હતા.

તપાસ માટે ઇથેનોલ મુક્ત પેટ્રોલ જરૂરી

લેબોરેટરીએ એકત્ર કરાયેલા પેટ્રોલના નમૂનાઓની ક્રોસ ચેકિંગ કરવા માટે ઇથેનોલ મુક્ત પેટ્રોલની જરૂર હોવાનું જણાવ્યું હતું. જોકે, આવા નમૂનાઓ માત્ર ઓઇલ કંપનીઓ (Oil Companies) પાસે જ ઉપલબ્ધ હોવાથી રાજ્યના અધિકારીઓએ કંપનીઓનો સંપર્ક કર્યો હતો.

પરંતુ ઓઇલ કંપનીઓએ ઇથેનોલ મુક્ત પેટ્રોલના નમૂના આપવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે કેરળ સરકારે હવે આ મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે.


આ પણ વાંચો: પેટ્રોલમાં 31.2% ઇથેનોલ મળ્યાનો દાવો! રાહુલ ગાંધીનો મોટો ખુલાસો

આ પણ વાંચો: ભારતમાં 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ 7% મોંઘા, અન્ય દેશોમાં 70% સુધી વધારો

આ પણ વાંચો: પેટ્રોલમાં ઈથેનોલ વધારે હોવાને કારણે એન્જિનો ફેઇલ થઈ રહ્યા હોવાનો કર્ણાટકના CMનો આરોપ