Rajkot News/ પ્રોફેસર ન્યૂડ વીડિયો જોવામાં મગ્ન, મારવાડી યુનિવર્સિટીનો વિવાદો સાથે જૂનો નાતો

મોબાઈલ વીડિયો કોલમાં સામે માહોલ ન્યૂડ થઈને મહિલા ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો કેદ થયા છે

Top Stories Gujarat Rajkot

Rajkot News : સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીનો વિવાદો સાથે જૂનો નાતો છે એવું ચોક્કસપણે કહી શકાય. કારણ કે, મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, તેનું શિક્ષણ અને ત્યાંની વ્યવસ્થા ચર્ચા જગાવતી રહે છે. શિક્ષણના ધામમાં અત્યાર સુધી વિધાર્થીઓ વિવાદમાં આવતા હવે પ્રોફેસર પણ વિવાદમાં આવ્યા છે.મારવાડી યુનિવર્સિટી પ્રોફેસરની અશ્લિલ હરકતને લઈ વિવાદમાં આવી છે. કોમ્યુટર વિભાગના પ્રોફેસર જે જગ્યાએ વિધાર્થીઓ શિક્ષણ આપવાનું હોય ત્યાં વિડ્યોકોલમાં ન્યૂડ વીડિયો વાત કરતા કેદ થયા છે. મોબાઈલ વીડિયો કોલમાં સામે માહોલ ન્યૂડ થઈને મહિલા ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. મારવાડી યુનિવર્સિટીના વિધાર્થીએ વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે.

જ્યાં વિદ્યાર્થીઓને સારા સંસ્કાર, સારૂં શિક્ષણ, સારૂં ઘડતર અને વિદ્યા આપવાનું કામ થતું હોય ત્યાં પ્રોફેસરની અશ્લિલતાએ લોકોને વિચારમાં મૂકી દીધા છે. અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી ઘણીવાર વિવાદમાં આવી છે ત્યારે પ્રોફેસરની અશોભનીય હરકતે તેમના પદ અને ગરિમાને લાંછન લગાડે તેવી હરકત સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલની એક ઘટનાએ ચકચાર જગાડી હતી. જ્યાં કોલેજની હોસ્ટેલની વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીનો વીડિયો ઉતારતા વિવાદ સર્જાયો હતો. અન્ય વિદ્યાર્થિનીનો સ્નાન કરતો વીડિયો ઉતારતા પીડિત વિદ્યાર્થીઓ વિરોધ કર્યો હતો. આટલું નહીં વીડિયો ઉતારનાર વિદ્યાર્થિનીએ આ વીડિયો તેના બોયફ્રેન્ડને મોકલ્યાનો પણ આરોપ લગાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત

આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં જમીન પર સુવડાવીને સારવાર અપાય છે