Not Set/ દેશનાં સાત મોટા ક્ષેત્રોમાં લગભગ 3.50 કરોડ લોકો થયા બેરોજગાર : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે દેશમાં બેકારીનાં મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, ‘નોકરી આપવાના તમામ મોટા વાયદાઓની આ વાસ્તવિકતા છે. દેશનાં સાત મોટા ક્ષેત્રોમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકો બેરોજગાર બન્યા છે. વળી, પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, મોટા […]

Top Stories India

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે દેશમાં બેકારીનાં મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, ‘નોકરી આપવાના તમામ મોટા વાયદાઓની આ વાસ્તવિકતા છે. દેશનાં સાત મોટા ક્ષેત્રોમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકો બેરોજગાર બન્યા છે.

વળી, પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, મોટા નામ અને જાહેરાતોનું પરિણામ છે 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર. આ એક પ્રમુખ કારણ હોવાથી તે નૌકરીની વાત કરતા સંકોચાય છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં આજે સીએએ અને એનઆરસીને લઇને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, દેશનાં નાગરિકોને પોતાની નાગરિકતા ગુમાવી દેવાનો ડર છે તો બીજી તરફ દેશની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં આવી રહેલા વિધાનસભા ચૂંટણી અંગે પ્રચાર કરી રહી છે. દેશનાં અર્થતંત્ર વિશે હવે વિદેશી મીડિયા પણ મોદી સરકારને ચેતવી રહી છે પરંતુ સરકાર લાગે છે કે એક અલગ જ ટ્રેક પર ચાલી રહી છે. દેશમાં બેરોજગારી, હેલ્થ, શિક્ષા, વિકાસની વાતોને છોડી દરેક મુદ્દે આજે ચર્ચાઓ ચાલી રહી છે. જેનુ પરિણામ તમને કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધીનાં ટ્વીટમાં સ્પષ્ટપણે જોવા મળી જશે. મોદી સરકાર આ મુદ્દાઓ પર ગંભીર બને છે કે નહી તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.