રાજીનામું/ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહનું રાજીનામું સોનિયા ગાંધીએ સ્વીકાર્યુ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી.

Top Stories

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. અમરિન્દર સિંહે મંગળવારે કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને પોતાની પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ બનાવવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, “કોંગ્રેસ અધ્યક્ષે કેપ્ટન અમરિન્દરનું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે.” પંજાબમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી થવાની છે. સિંહે કહ્યું કે ચૂંટણી પંચને નવા પક્ષના નામ સામે કોઈ વાંધો નથી અને તેની ઔપચારિક રચના પછીથી કરવામાં આવશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના દિવસો પહેલા, સિંહે એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેઓ કોંગ્રેસ સાથે તેમને મનાવવા માટે બેકડોર વાટાઘાટો કરી રહ્યા હતા. અમરિંદર સિંહે તેમના સાત પાનાના રાજીનામાના પત્રમાં ગાંધી પરિવારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમને રાજ્ય સરકારમાંથી દૂર કરવા માટે “ષડયંત્ર” રચવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં સિંહે મુખ્યમંત્રી તરીકેની તેમની સિદ્ધિઓ ગણાવી છે. તેમણે કોંગ્રેસના પંજાબ યુનિટના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને પાર્ટીના વરિષ્ઠ નેતા હરીશ રાવત પર પણ નિશાન સાધ્યું.