Uttar Pradesh News:/ રાહુલ ગાંધીએ સીવેલા ચંપલ લેવા એક શખ્સે થેલો ભરી પૈસા આપવાની કરી ઓફર, શું મોચીએ જૂતાનું વેચાણ કર્યું?

રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં સુલતાનપુર મુલાકાત દરમ્યાન એક મોચી સાથે હળવી ક્ષણો પસાર કરી હતી. એક મોચી સાથે તેમણે ચપ્પલ કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખ્યા.

Top Stories India

Uttar Pradesh News: રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં સુલતાનપુર મુલાકાત દરમ્યાન એક મોચી સાથે હળવી ક્ષણો પસાર કરી હતી. એક મોચી સાથે તેમણે ચપ્પલ કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખ્યા. મોચી સાથે મળી તેમણે એક ચપ્પલ પણ તૈયાર કરી હતી. સોશિયલ મીડિયામાં મોચી સાથેનો વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ચપ્પલની ખરીદી માટે એક શખ્સ થેલો ભરી પૈસાની ઓફર કરી હોવાનું મોચી જણાવે છે.

આ મોચીનું નામ રામ ચૈત છે. તેણે કહ્યું કે રાહુલ ગાંધીએ સિવલ ચપ્પલ માટે એક શખ્સે ફોન પર તેમની સાથે વાત કરી ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. જ્યારે રામ ચૈતે તે ચપ્પલ આપવાની ના પાડી તો આ શખ્સે મોચીને કહ્યું કે તે તેમને થેલો ભરી પૈસા આપશે. જો કે મોચી રામ ચૈતે રાહુલ ગાંધીએ સિવેલ ચપ્પલ વેચવાની ના પાડી. તેમણે કહ્યું કે આ મારા નેતાની નિશાની છે અમે તેને સાચવી રાખીશું. હવે અમે અને અમારો પરિવાર તથા ગામના લોકો રાહુલ ગાંધીને જ સમર્થન કરશે. મોચીએ આ ચપ્પલ પોતાના ઘરમાં તેને સાચવીને રાખી છે.

Rahul asked for the price of the sewn shoes | રાહુલે સીવેલા ચંપલની મોં માગી  કિંમત: મોચીએ કહ્યું- એક વ્યક્તિએ થેલો ભરીને પૈસા આપવાની ઓફર કરી; જાણો  રામચૈતે ...

જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશ મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધીએ એક મોચી સાથે સમય પસાર કર્યો હતો. રાહુલ ગાંધીએ મોચી સાથે બેસી એક ચપ્પલની સિલાઈ કરી હતી. હવે આ ચપ્પલની ખરીદી કરવા લોકો પડાપડી કરી રહ્યા છે અને 10 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની મોચીને ઓફર કરી રહ્યા છે. મોચી સાથેની મુલાકાતના બીજા દિવસે રાહુલ ગાંધીની ટીમે મોચીના ઘરે જઈ તેને સિલાઈ મશીન આપ્યું હતું. આ મશીનની કિમંત 1 લાખ છે. સુલતાનપુરમાં કોઈ મોચી પાસે આવું મશીન નથી. રામચૈતે પોતાની ઝૂંપડીમાં જ આ મશીન રાખ્યું છે અને હવે આ નવા મશીનથી તે વધુ ચપ્પલ બનાવા લાગ્યો છે.

મોચીએ રાહુલ ગાંધી માટે જૂતા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતાં તેમની ટીમે કહ્યું કે તે 9 અને 10 નંબરના જૂતા પહેરે છે. મોચી રામચેતે પ્યોર લેધરના બંને જૂતા બનાવી રાહુલ ગાંધીને ગિફ્ટ કર્યા. સુલતાન પુરમાં મોચી સાથે રાહુલ ગાંધીની મુલાકાત બાદ તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. હવે પ્રશાસન અને ગામના મોટા લોકો મોચી રામચેત સાથે સારો વ્યવહાર કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સસંદમાં આજે ચોમાસુ સત્રના છઠ્ઠો દિવસ, બજેટ, NEET અને અગ્નિવીર મુદ્દે થઈ શકે હંગામો

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન મામલે થશે સુનાવણી

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું