Sport News: Asian Games જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી (Asian Games 2026) માં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી.
આ વખતે એશિયન ગેમ્સ માટે ભારતે પ્રથમ વખત 301 ખેલાડીઓનું મોટું દળ મોકલ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 85 મેડલ જીત્યા, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ટોપ-5માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.
PM મોદીએ ખેલાડીઓને પાઠવી શુભેચ્છા
ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતની સફળતા દેશના બદલાતા મિજાજનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે દેશનો યુવા વર્ગ દરેક ઊંચાઈ હાંસલ કરવા માટે તૈયાર છે અને એવી કોઈ મંઝિલ નથી જેને ભારતની યુવા શક્તિ હાંસલ ન કરી શકે.
વડાપ્રધાને મેડલ વિજેતા ખેલાડીઓને સંબોધતા કહ્યું કે ચેમ્પિયન્સ સાથે મુલાકાત કરવી તેમના માટે સામાન્ય બાબત નથી. ખેલાડીઓએ દેશનું માન વધાર્યું છે અને તિરંગાની શાનને નવી ઊંચાઈ આપી છે. તેમણે ખેલાડીઓ ઉપરાંત તેમના કોચ, સપોર્ટ સ્ટાફ અને પરિવારજનોના યોગદાનની પણ પ્રશંસા કરી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi with the Indian contingent that participated in the Asian Games 2026
India finished fourth in the medal tally at the Asian Games held in Aichi-Nagoya, Japan, winning 85 medals, including 21 gold, 27 silver, and 37 bronze.
(Source: DD News)
— ANI (@ANI) October 15, 2026
44 વર્ષ બાદ મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ
Asian Games 2026 ભારત માટે ખાસ કરીને હોકીના ક્ષેત્રમાં ઐતિહાસિક રહ્યું. ભારતીય મહિલા અને પુરુષ બંને હોકી ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો. મહિલા હોકી ટીમે 44 વર્ષના લાંબા અંતરાલ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી.
ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલની મેચમાં ચીનને 1-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિક માટે પણ પોતાની જગ્યા પાક્કી કરી હતી.
બીજી તરફ ભારતીય પુરુષ હોકી ટીમનો ગોલ્ડ મેડલ મુકાબલો મલેશિયા સામે થયો હતો. ભારતે મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે પુરુષ ટીમે પણ 2028 ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.
#WATCH | Delhi: Interacting with the Indian contingent that participated in the Asian Games 2026, PM Narendra Modi says, “For the first time since 1982, India has achieved success in the marathon. This is truly heartening. I would like to especially commend our daughters. Out of the 85 medals India has won, 38 have been secured by our women athletes, including 11 gold medals. These medals are not just mere numbers; they represent a powerful image of a New India. Today, India is winning medals in sports where we had never previously won anything in the history of the Asian Games, such as in Mixed Martial Arts, Soft Tennis, and certain sailing events. Our athletes have created history by winning medals in these disciplines for the first time…Over the last 12 years, India has also worked with great patience, diligence, and dedication to support its sportspersons and its sports ecosystem.”
(Video source: DD)
— ANI (@ANI) October 15, 2026
મહિલા ખેલાડીઓના પ્રદર્શનની PM મોદીએ કરી પ્રશંસા
વડાપ્રધાન મોદીએ ખાસ કરીને ભારતીય મહિલા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ભારતે જીતેલા કુલ 85 મેડલમાંથી 38 મેડલ મહિલા ખેલાડીઓએ જીત્યા છે. તેમાં 11 ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે.
PM મોદીએ કહ્યું કે આ મેડલ માત્ર આંકડા નથી, પરંતુ નવા ભારતની સશક્ત તસવીર છે. ભારતીય ખેલાડીઓએ એવા કેટલાક રમતોમાં પણ મેડલ જીત્યા છે જેમાં અગાઉ દેશનો રેકોર્ડ ખાસ મજબૂત નહોતો. MMA, સોફ્ટ ટેનિસ અને સેલિંગ જેવી રમતોમાં પણ ભારતે સફળતા મેળવી છે.
ક્રિકેટ અને કબડ્ડીમાં પણ ભારતનો દબદબો
એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય મહિલા અને પુરુષ બંને ક્રિકેટ ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કબડ્ડીમાં પણ ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. PM મોદીએ ખાસ કરીને બંને હોકી ટીમ અને બંને કબડ્ડી ટીમોની સફળતાનો ઉલ્લેખ કર્યો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.
PM મોદીએ ખેલાડીઓને લેવડાવ્યા સંકલ્પ
ખેલાડીઓને સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ તેમને ભવિષ્ય માટે કેટલાક સંકલ્પ પણ લેવડાવ્યા. તેમણે ખેલાડીઓને કહ્યું કે દરેક મેદાન પર તિરંગાની શાન વધારવાનો સંકલ્પ રાખવો જોઈએ.
તેમણે ખેલાડીઓ સાથે મળીને રમતગમતમાં ભારતની નવી ઓળખ, દરેક રમતમાં નવા ચેમ્પિયન અને નવા રેકોર્ડ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સપના એક દિવસમાં સાકાર થતા નથી
PM મોદીએ ખેલાડીઓને સંબોધતા કહ્યું કે કોઈપણ મોટું સપનું એક દિવસમાં પૂરું થતું નથી. તેના માટે વર્ષો સુધી ધીરજ, સતત મહેનત અને સમર્પણ જરૂરી છે.
તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે. અગાઉ ભારત થોડા જ રમતોમાં ભાગ લેતું હતું અને તેના કારણે મેડલની સંખ્યા પણ મર્યાદિત રહેતી હતી. હવે ભારત વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યું છે અને અનેક ક્ષેત્રોમાં મેડલ જીતવામાં સફળ થઈ રહ્યું છે.
હોકી ટીમે PM મોદીને ભેટ કરી જર્સી
PM મોદીને મળવા પહોંચેલી ભારતીય મહિલા અને પુરુષ હોકી ટીમે તેમને ખાસ જર્સી ભેટ કરી હતી. બંને ટીમોની ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત બાદ ખેલાડીઓએ વડાપ્રધાન સાથે આ ખાસ મુલાકાત કરી.
Asian Games માં ભારતીય દળની આ સફળતા દેશના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 85 મેડલ સાથે ભારતે માત્ર મેડલ ટેલીમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું નથી, પરંતુ અનેક રમતોમાં પોતાની વધતી તાકાતનો પણ પરિચય આપ્યો છે.
Asian Games જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી Asian Games માં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી.
આ વખતે એશિયન ગેમ્સ માટે ભારતે પ્રથમ વખત 301 ખેલાડીઓનું મોટું દળ મોકલ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 85 મેડલ જીત્યા, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ટોપ-5માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.
PM મોદીએ ખેલાડીઓને પાઠવી શુભેચ્છા
ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતની સફળતા દેશના બદલાતા મિજાજનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે દેશનો યુવા વર્ગ દરેક ઊંચાઈ હાંસલ કરવા માટે તૈયાર છે અને એવી કોઈ મંઝિલ નથી જેને ભારતની યુવા શક્તિ હાંસલ ન કરી શકે.
વડાપ્રધાને મેડલ વિજેતા ખેલાડીઓને સંબોધતા કહ્યું કે ચેમ્પિયન્સ સાથે મુલાકાત કરવી તેમના માટે સામાન્ય બાબત નથી. ખેલાડીઓએ દેશનું માન વધાર્યું છે અને તિરંગાની શાનને નવી ઊંચાઈ આપી છે. તેમણે ખેલાડીઓ ઉપરાંત તેમના કોચ, સપોર્ટ સ્ટાફ અને પરિવારજનોના યોગદાનની પણ પ્રશંસા કરી.
44 વર્ષ બાદ મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ
Asian Games ભારત માટે ખાસ કરીને હોકીના ક્ષેત્રમાં ઐતિહાસિક રહ્યું. ભારતીય મહિલા અને પુરુષ બંને હોકી ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો. મહિલા હોકી ટીમે 44 વર્ષના લાંબા અંતરાલ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી.
ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલની મેચમાં ચીનને 1-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિક માટે પણ પોતાની જગ્યા પાક્કી કરી હતી.
બીજી તરફ ભારતીય પુરુષ હોકી ટીમનો ગોલ્ડ મેડલ મુકાબલો મલેશિયા સામે થયો હતો. ભારતે મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે પુરુષ ટીમે પણ 2028 ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.
મહિલા ખેલાડીઓના પ્રદર્શનની PM મોદીએ કરી પ્રશંસા
વડાપ્રધાન મોદીએ ખાસ કરીને ભારતીય મહિલા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ભારતે જીતેલા કુલ 85 મેડલમાંથી 38 મેડલ મહિલા ખેલાડીઓએ જીત્યા છે. તેમાં 11 ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે.
PM મોદીએ કહ્યું કે આ મેડલ માત્ર આંકડા નથી, પરંતુ નવા ભારતની સશક્ત તસવીર છે. ભારતીય ખેલાડીઓએ એવા કેટલાક રમતોમાં પણ મેડલ જીત્યા છે જેમાં અગાઉ દેશનો રેકોર્ડ ખાસ મજબૂત નહોતો. MMA, સોફ્ટ ટેનિસ અને સેલિંગ જેવી રમતોમાં પણ ભારતે સફળતા મેળવી છે.
ક્રિકેટ અને કબડ્ડીમાં પણ ભારતનો દબદબો
એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય મહિલા અને પુરુષ બંને ક્રિકેટ ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કબડ્ડીમાં પણ ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. PM મોદી એ ખાસ કરીને બંને હોકી ટીમ અને બંને કબડ્ડી ટીમોની સફળતાનો ઉલ્લેખ કર્યો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.